પીડિત પરિવારમાં અસંતોષ- ‘આ ન્યાય નહીં, અન્યાય છે’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે (17મી માર્ચે) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 42 આરોપીઓ પૈકી 5 ને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન 2 આરોપીઓના મોત નીપજ્યા હતા. વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યાએ આજે (17મી માર્ચ) પાંચેય દોષિતોને સજા સંભળાવી હતી. જેમાં પાંચેય દોષિતને સજા ફટકારવામાં આવી છે, જેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષ તથા ઈંઙઈની વિવિધ કલમો હેઠળ 2થી 3 વર્ષની સજા અને 5,000 રૂપિયાના દંડનો આદેશ કરાયો છે.
મુખ્ય 5 આરોપી દોષિત
રમેશ જાદવ
- Advertisement -
રાકેશ જોશી
પ્રમોદ ગૌસ્વામી
નાગજી ડાયા
બળવંત ગૌસ્વામી 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છુટકારો અપાયો છે જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે.
શું હતો સમગ્ર મામલો?
11મી જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો તેમ કહી ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જયારે કરોડો રુપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું.



