વ્હૉટ્સએપ્પ યુનિવર્સિટીના જ્ઞાન સામે પુસ્તકનો પડકાર: ‘વિશ્ર્વ બંધુ ભારત’માં સમજાવ્યું છે
પૂર્વ રાજદૂતથી વિદેશ પ્રધાન સુધીની સફરનું ભાથું: પરંપરા અને વારસાને વફાદાર રહી વૈશ્ર્વિક સત્તા બનવાનો લક્ષ્યાંક
- Advertisement -
એસ. જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે. છેલ્લા કેટલાક દશકમાં ભારતને મળેલા શ્રેષ્ઠ વિદેશ પ્રધાન ગણાવી શકાય. તેમનું વિશ્વ રાજકારણમાં જ્ઞાન અને સૂઝ-બૂઝ તેમના ઇન્ટરવ્યુ અને હાજર જવાબી પરથી જ મેળવી શકાય છે. તેઓની આ ક્ષેત્રમાં ખૂબ જ લાબી કારકીર્દી છે. અત્યારે જ ચાલી રહેલા અમેરિકા-ઇઝરાયલ વિરુધ્ધ ઈરાનના યુધ્ધમાં એસ. જયશંકરની કુનેહ દેખાઈ આવી છે. ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી કોઈ પણ જહાજ પસાર થવા પર ઈરાને પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે એસ. જયશંકરે ખાસ ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી અને ઈરાને ભારતીય જહાજોને ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. આજે ભારતના બે જહાજો એ જ ખાડીમાંથી પસાર થઈ સુરક્ષિત રીતે ભારત આવી રહ્યા છે. આજે તેમના પુસ્તક ઠવુ ઇવફફિિં ખફિિંંયતિની વાત કરવી છે. જેનો ગુજરાતી અનુવાદ વિશ્વ બંધુ ભારત નામે થયો છે.
એસ. જયશંકરને આ ક્ષેત્રમાં 5 દાયકાનો અનુભવ છે. તેઓ 1977માં ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા. તેઓ ચેક રિપબ્લિક, સિંગાપુર, ચીન અને છેલ્લે અમેરિકામાં ભારતીય રાજદૂત રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેમને 2015માં ભારતના સર્વોચ્ચ રાજદૂત અધિકારી બનાવવામાં આવ્યા. 2019માં ભારતના વિદેશ પ્રધાન. ત્યારથી આજ સુધી આ જ પદ છે. તેમનું પહેલું પુસ્તક ઝવય ઈંક્ષમશફ ઠફુ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જીયો પોલિટીક્સ અને ભારતની વિદેશનીતીને તેમણે સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવા ખૂબ સરસ માહિતી વાચકને સમજાય એ રીતે જણાવી છે. આજ શ્રેણીમાં તેમનું બીજું પુસ્તક છે ઠવુ ઇવફફિિં ખફિિંંયતિ, જેનો ગુજરાતી અનુવાદ વિશ્વ બંધુ ભારત નામે ગુજરાતીમાં પ્રગટ થયો છે. આજે જ્યારે લોકો ફેસબૂક અને વોટ્સએપ પર જ્ઞાન મેળવીને વિશ્વ રાજકારણ બાબતે પ્રખર સલાહો ભારતના નેતાઓને આપતા હોય છે. ત્યારે વિકસતા ભારતની ભાવિ ભૂમિકા શું છે તે સમજવા, નક્કર માહિતી મેળવવા દરેકે આ પુસ્તક વાચવું રહ્યું.
પુસ્તક વિશે વધુ માહિતી તેમાંથી લીધેલી ટૂંકી નોંધ પરથી મળશે.
આ વિશ્વ માત્ર મુશ્કેલભર્યું જ નહિ પરંતુ અશાંતિ અને નિશ્ચિતતાઓથી ભરેલું છે. તે કોવિડ મહામારી, યુક્રેન તથા પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિગ્રહો, પર્યાવરણીય ઘટનાઓ, કટ્ટરવાદ અને આતંકવાદના પ્રભાવ હેઠળ છે. ચીનનો ઉદય, સંયુક્ત રાજ્યનું બદલાયેલું વલણ, રશિયાની વ્યૂહરચના, વૈશ્વિકીકરણનો પ્રભાવ અને નવી ટેકનોલોજીની વિપુલ ક્ષમતા વગેરે જટિલતાઓ વિશ્વ રાજકારણમાં વ્યાપેલી છે. એક અગ્રણી સત્તા તરીકે આકાર પામવાના પોતાના લક્ષ્યથી વિચલિત થયા વિના ભારત આ મુશ્કેલીઓના સમુદ્રને પાર કરવાની ખેવના ધરાવે છે.
’વિશ્વ મિત્ર’ તરીકે તે વિકાસશીલ રાષ્ટ્રોના કલ્યાણ અને વૈશ્વિક પુરવઠામાં યોગદાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વૈશ્વિક ગણતરીઓમાં ભારત ખૂબ મહત્વ ધરાવે છે અને આવનારી જવાબદારીઓ અને તકોનો સ્વીકાર કરવા માટે તત્પર છે. અમૃત કાળમાં પ્રવેશતા, તે પોતાની પરંપરા તેમજ વારસાને વફાદાર રહી વિકાસ અને વૃદ્ધિના યુગની કલ્પના કરે છે. જ્યારે ઉભરતી સત્તાઓ સ્થિતિસ્થાપકતાને લક્ષ્યમાં રાખે છે ત્યારે ભારતે પણ તમામ ગંભીર અનિશ્ચિતતાઓ વચ્ચે ઉદયમાન થવાનો ધ્યેય રાખવો પડશે.
સુસંકૃત રાષ્ટ્રના પુનરુત્થાનના સંદર્ભમાં આ પ્રક્રિયા અનોખી પણ છે. સાથે સાથે, લેખક વૈશ્વિકૃત દુનિયામાં વિદેશ નીતિ દરેક નાગરિકોના દૈનિક જીવનમાં કેવી રીતે મહત્વ ધરાવે છે તે પણ સમજાવે છે. રામાયણના દ્રષ્ટિકોણથી પોતાના વિચારો રજૂ કરીને, લેખક આધુનિક પરિસ્થિતિઓ માટે નવો અભિગમ રજૂ કરે છે. આ પુસ્તક દરેક ભારતીય માટે વાંચવું ખૂબ જ જરૂરી છે જેથી તે આપણા સમયની વાસ્તવિકતાને સમજી શકે અને તેના પર ગંભીરતાથી ચિંતન કરી શકે – કે ઇન્ડિયા મહત્વ ધરાવે છે કેમ કે તે ભારત છે. આમ, વિશ્વ રાજકારણમાં ખરો રસ ધરાવતા લોકોએ ફેસબૂક-વોટ્સએપ કે અન્ય ઓનલાઇન માધ્યમોના એક તરફી અભ્યાસ કરતાં આ પુસ્તક વાંચી ભારતની વૈશ્વિક સ્થિતિ સમજવી જોઇએ.



