ઉનાળાના પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની તવાઇ
આરોગ્ય સાથે ચેડાં કરતા બેદરકાર વેપારીઓ વિરુદ્ધ તપાસની ઝુંબેશ: 7 પેઢીઓને લાયસન્સ મેળવવા માટે સૂચના
- Advertisement -
શક્તિ સેન્ડવિચ, પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ, અંજલિ ચાઈનીઝ, પતાસા રેસ્ટોરન્ટ, શ્રી રામ ડેરીમાંથી પનીરના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
ઉનાળાની શરૂઆત પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ વિરુદ્ધ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી 11 પેઢીઓની તપાસ કરી હતી, જેમાં અખાદ્ય જથ્થો મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
યુનિવર્સિટી રોડ પર આવેલા યશરાજ કોમ્પ્લેક્સમાં અક્ષર પાઉભાજી ચાઇનીઝ પંજાબીમાં તપાસ દરમિયાન સ્થળ પરથી 5 કિલોગ્રામ જેટલો વાસી પ્રિપેડ ફૂડનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તેમજ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, ફિલ ઈન ક્વોલિટી આઈસ્ક્રીમ, કિરણ લાઈવ પફ, કટક મટક ફાસ્ટ ફૂડ અને જય પાન હાઉસ સહિતની 7 પેઢીઓને લાયસન્સ મેળવવા માટે સૂચના અપાઈ હતી.
ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 13 પેઢીઓમાં ચકાસણી કરી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 14 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને પનીરની ગુણવત્તા ચકાસવા માટે વિવિધ રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મમાંથી સેમ્પલ લેવાયા હતા.
1. નીરાલી કપાસિયા તેલ: સ્થળ-ભાવિક ટ્રેડિંગ, જૂના હૂડકો કવા. નં. 7, કોઠારીયા રોડ
2. અમૂલ મલાઈ પનીર: સ્થળ-શક્તિ સેન્ડવિચ, વેસ્ટ ગેટ, દુકાન નં. 7 ગ્રા. ફ્લોર, રૈયા ચોકડી
3. પનીર: સ્થળ-પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ, ઓમ પેટ્રોલપંપની સામે, રામાપીર ચોક
4. પનીર: સ્થળ-અંજલિ ચાઇનીઝ પંજાબી, મીત કોમ્પ્લેક્સ, ઇન્દિરા સર્કલ પાસે
5. પનીર: સ્થળ-“પતાસા રેસ્ટોરન્ટ” (અવસર ફૂડ્સ), એચ.પી પેટ્રોલ પંપ પાસે, રૈયા રોડ
6. પનીર: સ્થળ-શ્રીરામ ડેરીફાર્મ, 3-સોમનાથ શેરી નં-1, 150’ ફૂટ રિંગ રોડ
7. રબ મલાઈ પનીર: સ્થળ- શ્રી પટેલ સ્વીટ્સ (ઉત્પાદક પેઢી), “દર્શન” મવડી પ્લોટ
8. દૂધ મસ્તી મલાઈ પનીર: સ્થળ- બંસી ડેરી, ગોંડલ રોડ, કોઠારીયા ગામ
9. પનીર: સ્થળ- જય શ્રીખોડિયાર દુગ્ધાલય, મીલપરા શેરી નં. 26, કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ
10. મીલ્કી પનીર: સ્થળ-આરવ એન્ટરપ્રાઇઝ, 22, જાગનાથ, મહાકાળી મંદિર પાસે
11. દલેરા મલાઈ પનીર: સ્થળ-ઇસ્કોન ફૂડ, “અમૃતસરી હવેલી” વેસ્ટ ગેટ પાસે
12. પનીર અંગારા સબ્જી: સ્થળ-આર.વી.ફૂડ, “ભાખરીવાલા”, વેસ્ટ ગેટ, દુકાન નં, 8,
13. પનીર બટર મસાલા સબ્જી: સ્થળ- શ્રી ચાઇનીઝ પંજાબી ફાસ્ટફૂડ, ડો.યાજ્ઞિક રોડ
14. પનીર લબાબદાર સબ્જી: સ્થળ-“પતાસા રેસ્ટોરન્ટ” એચ.પી. પેટ્રોલ પંપ પાસે, રૈયા રોડ



