શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીના માહોલ વચ્ચે પણ IDFC ફર્સ્ટ બેંકના શેરધારકો માટે માઠા સમાચાર આવ્યા છે. બેંકમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવતા જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે અને શેરના ભાવમાં મોટો કડાકો બોલાયો છે.
શેર્સમાં તોફાની ઘટાડો
- Advertisement -
સોમવારે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હોવા છતાં IDFC ફર્સ્ટ બેંકનો શેર ધરાશાયી થયો હતો. શરૂઆતી કારોબારમાં આ શેર અગાઉના બંધ ભાવથી તૂટીને ₹75.16 પર ઓપન થયો હતો. જોકે, છેતરપિંડીના સમાચારને પગલે વેચવાલી વધતા શેરનો ભાવ 20% જેટલો ઘટીને ₹66.80 ના સ્તરે પહોંચી ગયો હતો. આ કડાકાને કારણે બેંકનું માર્કેટ કેપ પણ ઘટીને ₹50,330 કરોડ થઈ ગયું છે.
કૌભાંડનું કારણ અને બેંકની એક્શન
આ ભયાનક ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેંકમાં થયેલ ₹590 કરોડનું કૌભાંડ છે. અહેવાલો મુજબ, આ છેતરપિંડી હરિયાણા સરકારના સરકારી ખાતાઓ સાથે જોડાયેલી છે, જે બેંકની ચંદીગઢ સ્થિત શાખા દ્વારા ચલાવવામાં આવતા હતા. આ કૌભાંડનો પર્દાફાશ થતા જ બેંક મેનેજમેન્ટે કડક કાર્યવાહી કરી છે અને તાત્કાલિક ધોરણે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.




