સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાને લઈને અપડેટ્સ આપી છે. જેમાં બોર્ડે જણાવ્યું છે કે, પહેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ફરજિયાત ઉપસ્થિત રહેવું પડશે. આમ, જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા ત્રણ વિષયમાં હાજર નહીં રહે તો તેને ‘કમ્પલસરી રિપિટેશન’ કેટેગરીમાં રાખવામાં આવશે.
ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત
- Advertisement -
CBSE 2026 ધોરણ 10 માટે બે બોર્ડની પરીક્ષાની વ્યવસ્થા લાગુ કરવા જઈ રહ્યું છે. CBSE જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓને પહેલી તબક્કાની પરીક્ષામાં સામેલ થવામાં સમસ્યા ઉભી થઈ શકે છે. આવા વિદ્યાર્થીને પહેલી પરીક્ષા આપવી આવશ્યક છે, જેથી બીજી પરીક્ષા માટે યોગ્યતા અને પરિણામ વ્યવસ્થિત રીતે નક્કી કરી શકે.
બોર્ડે કેમ લીધો નિર્ણય?
CBSEને કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, તેઓ કોઈ કારણોસર ધોરણ 10ની બોર્ડની પહેલી પરીક્ષામાં આપી નહીં શકે એટલાં માટે તેઓને બીજી બોર્ડની પરીક્ષામાં બેસવા માટે અનુમતિ આપવામાં આવે.
- Advertisement -
શું છે બોર્ડનો નિયમ?
પહેલી પરીક્ષામાં હાજર રહેવું અનિવાર્ય: ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને પહેલી પરીક્ષામાં ઉપસ્થિત રહેવું ફરજિયાત.
ત્રણ વિષયમાં સુધારાની તક: પહેલી પરીક્ષા પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ વિષયમાં સારુ પ્રદર્શન કરવા માટે ત્રણ મુખ્ય વિષય(વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, ભાષાના વિષય)માં બેસી શકશે.
પરીક્ષામાં હાજર ન રહેનારા વિદ્યાર્થી માટેના નિયમ: જે વિદ્યાર્થીઓ પહેલી બોર્ડની પરીક્ષામાં ત્રણ અથવા તેનાથી વધુ વિષયમાં હાજર નથી રહેતાં તો તેઓને બીજી પરીક્ષામાં બેસવાની અનુમતિ નહીં મળે. આવા વિદ્યાર્થીઓને ‘કમ્પલસરી રિપિટેશન’ કેટેગરીમાં રાખવામાં આવશે. ત્યારબાદ આ વિદ્યાર્થીઓ આગામી ફેબ્રુઆરીમાં થનારી મુખ્ય પરીક્ષામાં બેસી શકશે.
કમ્પાર્ટમેન્ટ વિદ્યાર્થી માટે: જે વિદ્યાર્થીઓનું પરિણામ પહેલી પરીક્ષામાં કમ્પાર્ટમેન્ટ હશે, તેઓને એજ કેટેગરી હેઠળ બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
વધુ પડતાં વિષય પર પ્રતિબંધ: ધોરણ 10માં પાસ થયા બાદ વિદ્યાર્થીઓ કોઈપણ વધુ પડતાં વિષયમાં પરીક્ષા આપી નહીં શકે.
કમ્પાર્ટમેન્ટ + સુધારો: જે વિદ્યાર્થીઓના વિષયો કમ્પાર્ટમેન્ટમાં છે અને તેમને સુધારાની જરૂર છે તેઓ બંને કેટેગરી હેઠળ પરીક્ષા આપી શકે છે.
વિષય બદલવાનો સુધારો: જે વિદ્યાર્થીઓ પહેલાથી જ એક વિષયમાં પાસ થઈ ગયા છે, પરંતુ બીજા વિષયમાં સુધારો કરવા માંગે છે તેઓ વિષય બદલી શકશે.




