ઈંજછઘએ ચંદ્રયાન-4 માટે લેન્ડિંગ સાઇટ શોધી કાઢી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઇસરોએ ચંદ્રયાન-4 મિશન માટે ચંદ્રના સાઉથ પોલ નજીક એક લેન્ડિંગ સાઇટ શોધી કાઢી છે. ચંદ્રયાન-2 ઓર્બિટર દ્વારા મળેલા ફોટાના આધારે વૈજ્ઞાનિકોએ મોન્સ માઉટન વિસ્તારને લેન્ડિંગ માટે સૌથી યોગ્ય ગણાવ્યો છે.
મોન્સ માઉટન ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક આવેલો લગભગ 6,000 મીટર ઊંચો પર્વત છે. તેની ટોચ મોટાભાગે સપાટ છે, જે લેન્ડિંગ માટે અનુકૂળ છે. જોકે, લેન્ડિંગ સાઇટ અંગેનો અંતિમ નિર્ણય લોન્ચિંગ નજીક લેવામાં આવશે.
વૈજ્ઞાનિકોના મતે આ વિસ્તાર એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે અહીં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં વોટર આઇસ (પાણીનો બરફ) હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વૈજ્ઞાનિકોએ આ અભ્યાસને લુનર એન્ડ પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ, એલપીએસસી 2026માં રજૂ કર્યો હતો. લેન્ડિંગ સાઇટ નક્કી કરવા માટે ચંદ્રયાન-2 ઓર્બિટર પર લાગેલા ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા (ઘઇંછઈ)ની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ કેમેરા ચંદ્રની સપાટીને લગભગ 32 સેન્ટિમીટર પ્રતિ પિક્સેલના રિઝોલ્યુશનમાં દર્શાવે છે. આનાથી નાના ખાડાઓ, પથ્થરો, ઢોળાવ અને સપાટીની રચના સ્પષ્ટ દેખાય છે, જેનાથી લેન્ડિંગ માટેના જોખમી વિસ્તારોની પહેલેથી જ ઓળખ થઈ જાય છે.
2104 કરોડ રૂપિયાના આ મિશનમાં ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. મિશનમાં બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ થશે. હેવી-લિફ્ટર કટખ-3 અને ઈંજછઘનું ભરોસાપાત્ર વર્કહોર્સ ઙજકટ અલગ-અલગ પેલોડ લઈને જશે. સ્ટેક 1માં લુનર સેમ્પલ કલેક્શન માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર લુનર સેમ્પલ કલેક્શન માટે ડિસેન્ડર મોડ્યુલ શામેલ છે. સ્ટેક 2માં થ્રસ્ટ માટે એક પ્રોપલ્શન મોડ્યુલ, સેમ્પલ હોલ્ડ માટે ટ્રાન્સફર મોડ્યુલ અને સેમ્પલને પૃથ્વી પર લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલ શામેલ છે.
ચંદ્રયાન-4 ને ઈંજછઘનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ચંદ્ર મિશન માનવામાં આવી રહ્યું છે.



