ટેકનોલોજીનો ઉપયોગ ક્ષમતા વધારવા માટે કરો; 25 વર્ષની ઉંમર પહેલાં પણ શરૂ કરી શકાય છે સ્ટાર્ટઅપ : ઙખ મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પીએમ નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચાના બીજા એપિસોડમાં દેશભરનાં બાળકો સાથે ચર્ચા કરી હતી. ઙખ મોદીએ ગુજરાત, તામિલનાડુ, છત્તીસગઢ અને આસામના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ બાળકોને કહ્યું- આપણે ટેકનોલોજીના ગુલામ બનવાનું નથી. ટેકનોલોજીનો ઉપયોગ તમારી ક્ષમતાઓને વધારવા માટે કરો. ઘણાં બાળકો માટે તેમના મોબાઇલ ફોન તેમના માલિક બની જાય છે. જો તેમની પાસે મોબાઇલ ફોન ન હોય તો તેઓ ખાવાનું પણ ખાતાં નથી. મોદીએ વધુમાં કહ્યું, “જો તમે ટેકનોલોજીમાં હોશિયાર હોય એવા ચાર લોકોને જાણો છો, તો તેમની સાથે એક સ્ટાર્ટઅપ શરૂ કરો.” સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે તમારી ઉંમર ફક્ત 25 વર્ષની હોવી જરૂરી નથી. “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું, તમે જે કંઈ ભણ્યા છો એ વ્યર્થ નથી જવાનું.
બીજા એપિસોડમાં પીએમ મોદીએ બાળકોને વાંચવાની સાથે સાથે લેખવાની પણ પ્રક્ટિસ કરવાની સલાહ આપી. એક વિદ્યાર્થીએ પૂછ્યું, “વેકેશન દરમિયાન આપણને અલગ અલગ જગ્યાએ જવાનું મન થાય છે. આપણે ક્યાં જવું જોઈએ?”
પીએમ મોદીએ કહ્યું, “તમારા જિલ્લામાં શું શું છે અને તમે ક્યાં ક્યાં ફરી શકો છો એની યાદી બનાવો. એવી જ રીતે સમગ્ર દેશની યાદી બનાવો. તમે જ્યાં પણ ફરો છો ત્યાં વિદ્યાર્થીના દૃષ્ટિકોણથી ફરો.
વિદ્યાર્થી: પહેલગામ હુમલા પછી આખો દેશ તમારી તરફ જોઈ રહ્યો હતો. તમે તમારા તણાવને કેવી રીતે સંભાળ્યો?
ઙખ મોદી: જો તમે તમારી પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે સમજી શકશો કે પ્રેક્ટિસ સૌથી જરૂરી છે. આ તણાવને અટકાવશે અને તમારી સફળતા સુનિશ્ચિત કરશે. એક વિદ્યાર્થીએ પીએમને પૂછ્યું, “જ્યારે મારો પરિવાર મને ભણવા માટે દબાણ કરે ત્યારે મારે શું કરવું જોઈએ?’
ઙખ મોદી: ‘જીતવા માટે ક્યારેય ઓછા પર સેટલ ન કરો. તમારી જાત સાથે સ્પર્ધા કરો, બીજા કોઈ સાથે નહીં. તમારામાં વિશ્વાસ રાખો.’
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન શાળાનાં બાળકો સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત 2047માં એક વિકસિત દેશ હશે. તમે સિંગાપોર વિશે સાંભળ્યું હશે, જે એક સમયે એક નાનો માછીમારી ટાપુ હતો. આપણે ક્યાંય કચરો ન ફેંકવો જોઈએ કે થૂંકવું જોઈએ નહીં. એક નાગરિક તરીકે, જો હું આ બાબતોનું પાલન કરું તો હું વિકસિત ભારત માટે યોગદાન આપી રહ્યો છું.
અઈં પર બોલતાં પીએમ મોદીએ બાળકોને કહ્યું, “દરેક યુગમાં જ્યારે નવી ટેકનોલોજી આવે છે ત્યારે ચર્ચા થાય છે. જ્યારે કોમ્પ્યુટર્સ આવ્યાં ત્યારે પણ આવી જ ચર્ચા થઈ હતી. આપણે કોઈ પણ વસ્તુથી ડરવું જોઈએ નહીં.”



