સરકારી ઓઇલ કંપનીઓએ આજે મંગળવારે (19 ઓક્ટોબર) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈ પર છે. આઈઓસીએલ તરફથી જાહેર કરવામાં આવેલા ભાવ પ્રમાણે દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 105.84 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલ 94.57 રૂપિયા પ્રતિ લીટર છે. ઓક્ટોબર મહિનામાં અત્યારસુધી ઇંધણની કિંમતમાં 14 વખત વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ 4.15 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલ 4.70 રૂપિયા મોંઘું થઈ ગયું છે.



