350 વિદેશી ડેલિગેટ્સ સહિત 5000 ઉદ્યોગકારોનો જમાવડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે મારવાડી યુનિવર્સિટીની મુલાકાત લઈ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
તા. 11 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઉદઘાટન સેરેમની ઉપરાંત બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, ગ્રીન સ્ટાર્ટઅપ, ઓઇલ એન્ડ ગેસ, શિપબિલ્ડીંગ, વુમન એમ્પાવર, એમ્પાવર ગુજરાત કોન્ફોરન્સ સેમિનાર કોન્ક્લેવ થવાના છે જયારે અંતમાં કલચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે બીજા દિવસે 12 જાન્યુઆરીના રોજ ટુરિઝમ, બ્લુ ઈકોનોમી, સીરામીક કોન્ક્લેવ, ગિફ્ટ સીટી ઑપચ્ર્યૂનિટિ, માઇનિંગ રિવોલ્યુશન, ખજખઊ કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ સેમિનાર, ડિફેન્સ, બાંધણી-પટોળાની અંદર ગ્લોબલ ઑપચ્ર્યૂનિટિ, આયાત નિકાસ સેમિનાર વગેરે આયોજન કરવામાં આવ્યું છે.



