કાશ્મીરમાં અવિરત, ઉત્તરાખંડમાં પ્રથમ હિમવર્ષા ખઙ-તેલંગાણા સહિત 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હવામાન વિભાગે આગામી ત્રણ મહિના (જાન્યુઆરીથી માર્ચ સુધી) મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં સારો વરસાદ પડવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જ્યારે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે.
ઈંખઉના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું કે બિહાર અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં આ વખતે શિયાળો લગભગ ત્રણ દિવસ વધુ રહેશે જ્યારે રાજસ્થાનમાં ઠંડી વહેલી પૂરી થવાની આશા છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ, પહેલગામ અને ગુલમર્ગમાં હિમવર્ષા ચાલુ છે. કાશ્મીર ઘાટીને જમ્મુ ક્ષેત્ર સાથે જોડતા મુઘલ રોડ અને સિન્થન ટોપ રોડને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શ્રીનગર-સોનમર્ગ-ગુમરી રોડ, જે કાશ્મીરને લદ્દાખના કારગિલ જિલ્લા સાથે જોડે છે. તેને પણ હાલમાં હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. કાશ્મીર હાલમાં ચિલ્લા-એ-કલાં (40 દિવસની કડકડતી ઠંડી)ના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાત્રિનું તાપમાન ઘણું નીચે જાય છે. પરંતુ આ વર્ષે મેદાની વિસ્તારોમાં હજુ સુધી બરફ પડ્યો નથી.
હિમવર્ષા ફક્ત પહાડી વિસ્તારોમાં જ થઈ રહી છે. ગુરુવારે 20 થી વધુ જિલ્લાઓમાં માવઠું પડ્યું, સૌથી વધુ વરસાદ બીકાનેરના શ્રીડુંગરગઢમાં 26 મિમી નોંધાયો. બીકાનેરના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રે લગભગ અડધા કલાક સુધી કરા પડ્યા. વરસાદને કારણે દિવસનું તાપમાન 10 ડિગ્રી સુધી ગગડી ગયું. શુક્રવારે ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના ઉત્તરીય ભાગના 16 જિલ્લાઓમાં ધુમ્મસ છે. 5 જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. શહડોલનું કલ્યાણપુર અને હિલ સ્ટેશન પચમઢી સૌથી ઠંડા રહ્યા. અહીં પારો 5 ડિગ્રીથી નીચે રહ્યો. હવામાન વિભાગના મતે 24 કલાક પછી કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ જશે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાયેલું છે. પશ્ર્ચિમ યુપીના મથુરા સહિત ઘણા જિલ્લાઓમાં થયેલા ઝરમર વરસાદે ઠંડીમાં વધારો કર્યો છે. સિઝનમાં પહેલીવાર રાત્રિનું તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચી ગયું. શુક્રવાર સવારથી લખનઉ, કાનપુર, ગોરખપુર, ઝાંસી સહિત 30 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે.



