મોરબી અને થાનગઢના એકમોને પ્રતિ ક્યુબિક મીટર રૂ.4.50ની રાહત; આજથી અમલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના સિરામિક ઉદ્યોગના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢના ખૠઘ કરાર હેઠળના એકમોને અપાતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર ₹4.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ભાવ ઘટાડો આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. ગુજરાત ગેસ દ્વારા આ અંગે સંબંધિત સિરામિક એકમોને જાણ કરી દેવામાં આવી છે.
આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો આર્થિક ટેકો મળશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાથી ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



