પીધેલાઓને પકડવા 17 બ્રેથ એનેલાઈઝર ફાળવાયા : 112ની 23 ગાડી, 80 બાઈકસવાર સતત પેટ્રોલિંગ કરશે
3 એએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ, 620 જવાન સહિત 1700થી વધુનો બંદોબસ્ત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
થર્ટી ફર્સ્ટ અન્વયે રાજકોટ જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, ખેતર, ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ફેકટરી, કારખાના અને નદી કાંઠા સહિતના વિસ્તારોમાં દારૂની મહેફિલો ઉપર નજર રાખવા પોલીસ નાઈટ વિઝનથી સજ્જ ડ્રોન કેમેરાની મદદ લેશે તેમજ દારૂડિયાઓને પકડવા 17 જેટલા બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરાશે તેવું એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું.
થર્ટી ફર્સ્ટ અંતર્ગત છાકટા થઈને ફરતા તત્વો ઉપર વિશેસ વોચ રાખવા રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતા રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસો સુધી જિલ્લામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત રહેશે આ બંદોબસ્તમાં ત્રણ એએસપી, ત્રણ ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ, 620 પોલીસ જવાનો, 700 જીઆરડી જવાનો, 250 હોમગાર્ડ સહિતના જોડાશે આ ઉપરાંત 112ની 23 ગાડીઓ અને 80 બાઈક સવાર પોલીસ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ 175 બોડીવોર્ન કેમેરા પણ પોલીસને આપવામાં આવ્યા છે દારૂડિયાઓને પકડવા માટે 17 બ્રેથ એનેલાઈઝર ઉપરાંત ડ્રગ્સ લેનારાઓને પકડવા માટે કીટની ફાળવણી કરવામાં આવી છે જીલ્લામાં બે જગ્યાએ નવા વર્ષને લગતી પાર્ટીનું આયોજન થયું છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત રહેશે.



