By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    5 hours ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    3 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    4 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    5 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    3 hours ago
    8 જ વર્ષમાં ભાજપની કમાલ
    3 hours ago
    ‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ
    3 hours ago
    બાંધકામ ઉદ્યોગ બેહાલ: યુદ્ધની અસર: કાચા માલના ભાવમાં ભડકો
    3 hours ago
    UAE પર હુમલામાં 3 ભારતીય ઘાયલ થવા પર ભારત લાલઘુમ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    3 hours ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    5 hours ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    3 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    3 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    5 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૃથ્વી પર સૌ પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો’તો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પૃથ્વી પર સૌ પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો’તો
રાજકોટ

પૃથ્વી પર સૌ પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો’તો

Khaskhabar Editor
Last updated: 2025/12/16 at 4:44 PM
Khaskhabar Editor 5 months ago
Share
10 Min Read
SHARE

વિશ્ર્વમાં સૌથી પહેલી એવી અનોખી ‘જલકથા’નો રાજકોટમાં પ્રારંભ

જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્ત : ડૉ. કુમાર વિશ્ર્વાસ

- Advertisement -

ડૉ. કુમાર વિશ્ર્વાસે યુવાનોને ગીરગંગાના માધ્યમથી પ્રશ્ર્ન પૂછવાનું આહ્વાન કર્યું હતું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

‘વિશ્ર્વમાં નદીઓને માત્ર પાણીના સ્તોત્ર તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ માને છે’ તેમ કથા મર્મજ્ઞ અને તત્ત્વચિંતક ડો. કુમાર વિશ્ર્વાસે ‘જલકથા: અપને-અપને શ્યામ કી’ના પ્રથમ દિવસે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય અને જળસંવર્ધન માટે 1,11,111 જળ સ્ટ્રકચર કાર્યાન્વિત કરવા માટે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિખ્યાત તત્ત્વચિંતક, વિશ્ર્લેષક, કથાકાર અને કવિ ડો. કુમાર વિશ્ર્વાસની વિશ્ર્વમાં સૌથી પહેલી એવી અનોખી જલકથા: અપને અપને શ્યામ કીનો દબદબાભેર મંગલ પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે બોલતા ડો. કુમાર વિશ્ર્વાસે જણાવ્યું હતું કે પૃથ્વી પર પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો હતો. ત્યારબાદ વિવિધ અવતારો થયા અને અંતે મનુષ્યનું સર્જન થયું. જીવનનો મૂળ આધાર અને સ્તોત્ર જળ છે આથી જળ એ જ જીવન છે તેમ જણાવી ડો. કુમાર વિશ્ર્વાસે જલકથામાં રામ અવતાર અને કૃષ્ણ અવતારની તુલના વિવિધ પ્રસંગોના માધ્યમથી કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે આ જલકથા પૂર્વે જળસંચય વિશે લોકોમાં જાગૃતતા આવે અને જનભાગીદારી સુદ્દઢ બને એ માટે જિલ્લા ઘણાં દિવસોથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલા રચવામાં આવી હતી. ભાવિ પેઢી અને ભવિષ્યના પાણીદાર સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ડો. કુમાર વિશ્ર્વાસની આ જલકથા દ્વારા સમુચા દેશ અને દુનિયાનું ધ્યાન પણ રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ ખેંચાયું છે. આ ભવ્ય અને સંગીતમય જલકથાના પ્રથમ દિવસે ડો. કુમાર વિશ્ર્વાસે રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાના વિવિધ પ્રસંગોની પોતીકી અનોખી શૈલીમાં વિસ્તૃત અને સરળ છણાવટ કરતાં ઉપસ્થિત શ્રોતાઓ આફરીન પોકારી ઉઠ્યા હતા. પોતાના આગવા અંદાજમાં ડો. કુમાર વિશ્ર્વાસ પૂર્ણપણે ખીલ્યા હતા અને સાંપ્રત સમયની સમસ્યાઓ અને તેના ઉકેલમાં ભારતની ભૂમિકા વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.

- Advertisement -

રામાવતાર અને કૃષ્ણાવતાર કવિ કુમાર વિશ્ર્વાસની નજરે
હ જગતના પ્રપંચોથી વ્યથિત થયા બાદ શ્રીરામ જ શ્રીકૃષ્ણ સ્વરૂપે અવતર્યા.
હ રામને ષડયંત્રોથી ઘરની બહાર કઢાયા ત્યારે કૃષ્ણએ ષડયંત્રોને ઘરમાંથી બહાર કાઢ્યા.
હ રામને બધાએ ભગવાન માન્યા જ્યારે કૃષ્ણએ અર્જુન સહિતના સર્વેને કહ્યું કે હું ભગવાન છું, મારી નિશ્રામાં આવો.
હ રામ (શબરીને) માર્ગ પૂછે છે જ્યારે કૃષ્ણ બધાને માર્ગ બતાવે છે.
હ રામથી જે જે કાર્ય છૂટ્યું તે કૃષ્ણએ પૂરૂં કર્યું.
હ મનુષ્યને રીઝવવા રાગમાં ગવાય છે, કૃષ્ણને રીઝવવા અનુરાગમાં ગવાય છે.
હ રામ, કૃષ્ણ કોઈ ધર્મના નહીં પણ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે.
હ સમયની યાત્રા રામથી શરૂ થાય છે અને સમય જ તેને કૃષ્ણ બનાવે છે.
હ રામ સપને હૈ, કૃષ્ણ અપને હૈ, રામ બનવું દુષ્કર છે પણ કૃષ્ણ બનવું સરળ છે.
હ કૃષ્ણ રાગી પણ છે અને વૈરાગી પણ છે.

જલકથાની વૈશ્ર્વિક કક્ષાએ લેવાશે નોંધ: આજે રચાશે વર્લ્ડ રેકોર્ડ
ક્ષ આ જલકથાને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિતની વિશ્વની રેકોર્ડ એજન્સીઓ ‘વિશ્ર્વની પ્રથમ વૈશ્ર્વિક જલકથા- સૌથી મોટા વૈશ્ર્વિક જળ-વિશ્વાસ મેળાવડા’ તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધશે.
ક્ષ આ રેકોર્ડ 16મી ડિસેમ્બરના રોજ આજે રાત્રે 8-00થી 10-00 વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે નોંધવામાં આવશે અને તેને જળ સંરક્ષણ માટે સૌથી મોટો અને પ્રથમ આધ્યાત્મિક -સાંસ્કૃતિક મેળાવડો તરીકે માન્યતા અપાશે.
ક્ષ આ ઐતિહાસિક પ્રયાસને પ્રમાણિત કરવા માટે દેશ-વિદેશની પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ અન નિરીક્ષકો રાજકોટ આવ્યા છે. જેમાં ઈંઊઅ (ઈંઊઅ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ) ક્ધસલ્ટિંગ ફર્મ તરીકે સમગ્ર રેકોર્ડ પ્રક્રિયાનું સંકલન કરશે.
ક્ષ આ વર્લ્ડ રેકોર્ડમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ- આંતરરાષ્ટ્રીય, એશિયા સ્પેસિફીક બુક ઓફ રેકોર્ડ્સ- એશિયા લેવલ, ઈંઊઅ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ટરનેશનલ- નેશનલ, ઓએમજી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ- ઈન્ટરનેશનલ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ભારત, ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ- ઈન્ટરનેશનલ અને લિમ્બા બુક ઓફ રેકોર્ડ્સ-ભારતનો સમાવેશ થાય છે.

હવે ભારત દેશને આગલા 100 વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂર

પાણીનું મહત્ત્વ અને માહાત્મ્ય સમજાવવા ડો. વિશ્ર્વાસે આપેલા તર્કને શ્રાવકોએ તાળીઓના ગડગડાટથી વારંવાર વધારી લેતાં કથાકારે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આવતીકાલે 16 ડિસેમ્બર ને મંગળવારે તેઓ રામ અને શ્યામના જીવનકવનની તુલનાત્મક વિભાવનાઓ વિવિધ પ્રસંગોના માધ્યમથી કઈ રીતે કરશે તેની આછેરી ઝલક તેઓએ આપી હતી. તેઓએ કથા દરમિયાન યુવાનોને પોતાના પ્રશ્ર્નો ગીરગંગાના માધ્યમથી પૂછવાનું આહ્વાન કર્યું હતું અને યુવાનોમાં વ્યાપ્ત અસમંજસને દૂર કરવા તેઓએ તમામ પ્રશ્ર્નોના જવાબ આપવાનો કોલ પણ આપ્યો હતો. ડો. કુમાર વિશ્ર્વાસે પહેલા દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિદ્ધ સ્તોત્ર અધરમ્ મધુરમ્થી કરતાં જ કથાનો માહોલ બંધાઈ ગયો હતો. ડો. કુમાર વિશ્ર્વાસની વાણી પ્રારંભ પૂર્વે તેમની ટીમના જાણીતા કવિ દિનેશજી બાંગરે જોશભેર જલવિષયક કવિતા ગાન કરતાં ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા, ત્યારબાદ બાળ ભજનિક બિરેનકુમાર તેમજ ભજનિક અંકિતા શ્રીવાસ્તવએ કૃષ્ણ ભજન ગાનથી લોકોને ભાવવિભોર કર્યા હતા.

જળસંચય કાર્ય માટે આર્થિક સહાયનો ધોધ
દિવ્ય જલકથામાં દાતાઓએ અભૂતપૂર્વ ઉદારતા દાખવીને આર્થિક સહયોગનો ધોધ વરસાવ્યો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના થઈ રહેલા આ ઐશ્ર્વરિક કાર્યમાં સહાયભૂત બનવાના ઉમદા હેતુ માટે દાતાઓ આગળ આવ્યા હતા. જલકથાના આજે પ્રથમ દિવસે અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સર્વે મનીષભાઈ બધેકા, મુકેશભાઈ પાબારી, ધીરુભાઈ ગોંડલીયા, ઉદ્યોગપતિ જે. કે. સરધારા, માથુરભાઈ અણદાણી, વિનુભાઈ પટેલ, મનોજભાઈ અને કેતનભાઈ કોટક, પ્રકાશભાઈ બેચરભાઈ સખીયા વગેરેએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યોની સરાહના કરી આર્થિક સહયોગ માટે જાહેરાત કરી હતી. આ પ્રસંગે સામાન્ય નાગરિકોએ પણ પોતાની ક્ષમતા અનુસાર રાષ્ટ્રના આ ધર્મકાર્યમાં પોતાનો સહકાર નોંધાવ્યો હતો.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલી રકમનો ઉપયોગ જળસંચય અને સંવર્ધનના કાર્યો પાછળ કરવામાં આવશે.

જલકથામાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવો
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્યના માજી કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, રક્ષાદળના કેપ્ટન હેમંત વ્યાસ, રમેશભાઈ રાણીપા અમેરિકાના ગીરગંગાના ક્ધવીનર, હરીશભાઈ માલાણી, રસિકભાઈ ફળદુ, અગ્રણી બિલ્ડર ઉમેશભાઈ માલાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સયાજી હોટેલવાળા દિગ્વિજયસિંહ જાડેજા, એન્જલ પંપવાળા શિવાભાઈ પટેલ ભવનાથ આશ્રમ, ભાયાસરવાળા વશિષ્ઠ નાથજીબાપુ, કાલાવડના કલ્પેશગીરીબાપુ, ગીરગંગા સુરતના ક્ધવીનર રામજીભાઈ જેતાણી, કચ્છ ગ્લોબલના ગોવિંદભાઈ ભાનુશાલી, ડેકોરા બિલ્ડરવાળા નિખિલભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર બાકીરભાઈ ગાંધી, કાનજીભાઈ ભાલાળા, સવજીભાઈ વેકરીયા, ભવાનભાઈ સહિતની સુરતની ટીમ, ડો. સુધીરભાઈ ભીમાણી, પ્રફુલભાઈ ફુલતેરા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગોવિંદભાઈ કાકડીયા, કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ રાજકોટના વાલજીભાઈ નંદા, પ્રેમજી વાલજી એન્ડ સન્સના હરીશભાઈ, રાજકોટ જિલ્લા ભાજપના અગ્રેસર રાજુભાઈ ધારૈયા.

કવિ ડૉ. કુમાર વિશ્ર્વાસની અસ્ખલિત વાણીની હાઈલાઈટ્સ
હ ગુજરાત હંમેશા એકલા ચાલવામાં વિશ્ર્વાસ નથી રાખતું, બે લોકો જ હંમેશાં નેતૃત્વ કરે છે, એ પછી રાજનીતિ હોય કે ઉદ્યોગ જગત હોય.
હ ભારત હવે રામ જેવો મર્યાદાનો નહીં, કૃષ્ણ જેવો વ્યવહાર કરે છે. મોસ્કોથી આવેલા મહેમાનનું બંસરીથી સ્વાગત કરે છે, તો દુષ્ટ પડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે.
હ ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદ સરીખા કાલિયા નાગને નાથવા તેની ફેણ પર નૃત્ય કરી તેને કચડવો છે.
હ રામની મર્યાદા પુરુષોત્તમ સમાન નીતિ પર આપણે ચાલી ચૂક્યા, હવે આ દેશને આગલા 100 વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂર છે.
હ સગર્ભા ધર્મગ્રંથો નથી વાંચતી, ક્લેશવાળી સિરિયલો નિહાળે છે. ધતુરાનું બીજ વાવીએ તો કલ્પવૃક્ષ કેવી રીતે પેદા થાય?
હ અટલ બિહારી બાજપાઈ મર્યાદા પુરુષોત્તમની વિચારધારાવાળા હતા, જેઓએ સામેથી સત્તા ત્યાગ કર્યો હતો. હવે પૂર્ણ પુરુષોત્તમ વિચારધારાવાળા બિરાજમાન છે. જેઓ તમામ પ્રપંચો સામે લડીને જાણે કહી રહ્યા છે કે હું શું કામ સત્તા ત્યાગ કરું? તો તમે કૃષ્ણ છો!
હ 99 ગાળો સાંભળવાનું સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો
હ મૃત્યુની ફેણ પર ઊભા કરી નાચી શકો છો તો તમે કૃષ્ણ છો
હ સામાન્ય વ્યક્તિના સારથી બનવાનું તમારૂં સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો
હ રાજા બન્યા પછી પણ સુદામા જેવો સખા રાખી શકો તો તમે કૃષ્ણ છો

દિલીપભાઈ સખીયા જેવા પાગલપણાથી જ દુનિયા ચાલે છે!
ડો. કુમારે વિશ્ર્વાસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા સાથે થયેલા વારંવારની દરેક મુલાકાતોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તેઓ જ્યારે પણ મળે ત્યારે દિલીપભાઈએ સૌરાષ્ટ્રના જળસ્તરની જ ચિંતા કરી છે. ન વસ્ત્રોની સુધબુધ, ન અન્ય કોઈ વાતચીત! સૌરાષ્ટ્રનું જળસંકટ દૂર થાય એ એક જ વાત તેના મુખે સાંભળવા મળે. જળસંચય માટે જ વિચારતા રહે. તેમનામાં જળસંચય માટેનું પાગલપન છે. આવા પાગલોથી જ દુનિયા ચાલે છે. ડો. કુમાર વિશ્ર્વાસે સૌરાષ્ટ્ર અને ગુજરાતને પાણીદાર કરવાનું દિલીપભાઈનું સ્વપ્ન સિદ્ધ થઈને જ રહેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

You Might Also Like

હરિઓમ ફોજ દ્વારા રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને જનોઈ યોજાશે

ન OTP, ન કોલ, ન એલર્ટ છતાં પણ તમારા ખાતામાંથી નીકળી શકે છે પૈસા

પંડિત દીનદયાળ નગર પાસે પુલનું કામ અધૂરું : હજારો વાહનચાલકો ધૂળિયા માર્ગે મુસાફરી કરવા મજબૂર

વર્ષોથી ગીરવે મૂકેલા ₹ 51 લાખના દાગીના કલાકોમાં પરત અપાવતી સુરેન્દ્રનગર પોલીસ

રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દવા છે પણ સ્ટાફ પૂરતો નથી! બે-બે કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓને મળે છે દવા
Next Article જમીન ખાલી કરાવવા હુમલો કરનાર મેહુલ ડી.માટીયા અને મેહુલ એ. માટીયા થકી જીવનું જોખમ : ફરિયાદીનો આક્ષેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હરિઓમ ફોજ દ્વારા રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને જનોઈ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ન OTP, ન કોલ, ન એલર્ટ છતાં પણ તમારા ખાતામાંથી નીકળી શકે છે પૈસા
પંડિત દીનદયાળ નગર પાસે પુલનું કામ અધૂરું : હજારો વાહનચાલકો ધૂળિયા માર્ગે મુસાફરી કરવા મજબૂર
વર્ષોથી ગીરવે મૂકેલા ₹ 51 લાખના દાગીના કલાકોમાં પરત અપાવતી સુરેન્દ્રનગર પોલીસ
બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!
અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હરિઓમ ફોજ દ્વારા રવિવારે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને જનોઈ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

ન OTP, ન કોલ, ન એલર્ટ છતાં પણ તમારા ખાતામાંથી નીકળી શકે છે પૈસા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

પંડિત દીનદયાળ નગર પાસે પુલનું કામ અધૂરું : હજારો વાહનચાલકો ધૂળિયા માર્ગે મુસાફરી કરવા મજબૂર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?