ગુજરાતીઓમાં દશેરાના દિવસે જલેબી-ગાંઠિયા ખાવાનું વિશેષ મહત્વ છે. આમ તો બારેમાસ ગુજરાતીઓને ગાંઠિયા પ્રિય છે. આમ છતાં ગુજરાતમાં દર વર્ષે દશેરાનાં દિવસે કરોડો રૂપિયાનાં જલેબી-ગાંઠિયા ખવાઈ જાય છે. આ વર્ષે પણ દશેરા નજીક આવતા મોંઘવારીને કારણે જલેબી-ગાંઠિયામાં કિલોએ 5થી 15 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. દશેરાને હવે ગણતરીનાં કલાકોની વાર છે ત્યારે રાજકોટમાં ફરસાણનાં વેપારીઓ દ્વારા ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે જલેબી-ગાંઠિયા સહિત મીઠાઈ બનાવવાનું શરૂ કરી દીધું છે.
નવરાત્રિ-દશેરાના તહેવારોંમાં બરફી, બુંદી, પેંડા, સૂકો હલવો, સુતરફેણી જેવી મિઠાઈઓની માંગમાં ઉછાળો આવતો હોય છે ત્યારે અનેક કારણોસર મીઠાઈનાં ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. રાજકોટમાં અંદાજીત દશેરાના એક જ દિવસમાં શહેરના લોકો રૂ. 1 કરોડના ગાંઠિયા ખાશે તો જલેબી અને અન્ય ફરસાણ-મીઠાઇ તો અલગ. રાજકોટવાસીઓને જલેબી-ગાંઠિયા બારેમાસ પ્રિય છે તેથી દશેરાના દિવસે બપોર પછી બજારમાં જલેબી-ગાંઠિયા મેળવવાં દુર્લભ બનશે.
- Advertisement -



