કાલે 10:00 કલાકે વેપન ડિસ્પ્લેનું ઉદ્ઘાટન થશે, ત્યારબાદ ઈ-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ,
આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું પરફોર્મન્સ અને હેલિકોપ્ટર (ખઈં-17ટ5) દ્વારા વિંગસિંગ ઓપરેશન થશે, ત્યારબાદ ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે
- Advertisement -
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત કાલથી બે દિવસ ભવ્ય એર શો યોજાશે
હજારો લોકોને સુરક્ષા પુરી પાડવા તંત્રએ સૌથી મોટો ફાયર બંદોબસ્ત ગોઠવ્યો
200 ફાયર જવાન અને 5 એમ્બ્યુલન્સ અને 5 ઇમર્જન્સી સર્વિસ 108ની ગાડી મેડિકલ ટીમો સ્ટેન્ડ ટુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સ્માર્ટ સિટી ખાતે આગામી તા.6 અને 7ના રોજ યોજાનાર એર શો માત્ર રોમાંચક નજારો જ નહીં, પરંતુ શહેર માટે ગૌરવની ક્ષણો ભરેલો કાર્યક્રમ બનવાનો છે. આકાશમાં તેજ રફતારે ગર્જતા વિમાનો, એરોમોડેલિંગના સ્ટંટ અને હજારો લોકોની ભીડની વચ્ચે મહાનગરપાલિકા સામે સુરક્ષાનો મોટો પડકાર પણ છે ત્યારે બચાવની કામગીરી કરવામાં વિલંબ ન થાય તે માટે ફાયર બ્રિગેડના 200 જવાનોને તૈનાત કરાશે. જે આગ, ટેક્નિકલ એક્સિડન્ટ કે રેસ્ક્યુ જેવી સ્થિતિમાં મદદરૂપ થશે. મહાનગરપાલિકાના ફાયર શાખાના સૂત્રોએ જણાવ્યા અનુસાર કુલ 200 ફાયર હીરો અટલ સરોવર ખાતે બે દિવસ માટે તૈનાત કરવામાં આવશે જેમાંથી 100 ફાયર જવાનોને અટલ સરોવર ફરતે 7 બોટ અને રેસ્ક્યુના સાધનો સાથે તૈનાત કરાશે. આમ સરોવરને ફરતે 100 સુરક્ષા જવાનોનું કવચ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ અટલ સરોવરના 6 ગેટ પાસે 6 ફાયર ફાઈટર મૂકવાનું આયોજન કરાયું છે. આ તમામ ફાયર ફાઇટરમાં ફાયર જવાનોને સ્ટેન્ડ ટુ રખાશે.
જેથી કોઇ દુર્ઘટના કે ગભરાટની સ્થિતિ સર્જાય તો તુરંત હેલ્પ મળી શકે.
આ ઉપરાંત 5 એમ્બ્યુલન્સ અને 5 ઇમર્જન્સી સર્વિસ 108ની ગાડીઓ મેડિકલ ટીમો સાથે તૈનાત કરાશે આથી કોઇ દુર્ઘટના થાય અને મેડિકલ ટીમની જરૂર પડે તો તુરંત સહાય મળી શકે.



