મારુતિની પહેલી ઊટ કાર, ફુલ ચાર્જમાં અમદાવાદથી મુંબઈ સુધી દોડશે
વડાપ્રધાન મોદીએ 26 ઓગસ્ટ 2025ના રોજ ઈ-વિટારાને નિકાસ માટે ફ્લેગ-ઓફ કરી ત્યારની ફાઈલ તસવીર બહુચરાજીમાં બનેલી કાર વિદેશોમાં જશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મારુતિ સુઝુકી એની પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા આજે (2 ડિસેમ્બરે) લોન્ચ કરવા જઈ રહી છે. એમાં 49સઠવ અને 61સઠવના બે બેટરી પેક ઓપ્શન મળશે. કંપનીનો દાવો છે કે કાર એકવાર ફુલ ચાર્જ કરવા પર 500 કિલોમીટરથી વધુ ચાલશે. ઇલેક્ટ્રિક જઞટનું પ્રોડક્શન ફેબ્રુઆરી-2025થી સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં થઈ ચૂક્યું છે.
કંપનીએ ઊટને આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા ભારત ગ્લોબલ મોબિલિટી એક્સપો-2025માં રજૂ કરી હતી. આ પહેલાં મારુતિની પેરન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇટાલીના મિલાનમાં યોજાયેલા મોટર શો ઊઈંઈખઅ-2024માં ઈ-વિટારાને ગ્લોબલ માર્કેટમાં રજૂ કરી હતી. મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક જઞટ ઊટડનું પ્રોડક્શન વર્ઝન છે, જેને પહેલીવાર ઓટો એક્સપો-2023માં રજૂ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
કંપનીએ તાજેતરમાં જ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં આ કારનું ઉત્પાદન શરૂ કર્યું છે, જે 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટ 2025ના રોજ ઈ-વિટારાને નિકાસ (એક્સપોર્ટ) માટે ફ્લેગ-ઓફ કરી હતી. આ સંપૂર્ણપણે મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક કાર છે. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર છે. ઓટોમોબાઇલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.
મારુતિ ઈ-વિટારાના 49સઠવ બેટરી પેકવાળા બેઝ મોડલની કિંમત 20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી શકે છે. જ્યારે હાઈ પાવરવાળી મોટર સાથે 61સઠવ બેટરી પેકવાળા મોડલની કિંમત 25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. આ ઉપરાંત ઇ-ઓલગ્રિપ અઠઉ વર્ઝનની કિંમત 30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. ભારતીય બજારમાં ઈ-વિટારા ઇલેક્ટ્રિક જઞટનો મુકાબલો ‘ખૠ ણજ ઊટ’, ‘ટાટા કર્વ ઊટ’, ‘હ્યુન્ડાઈ ક્રેટા ઊટ’ અને ‘મહિન્દ્રા ઇઊ 6’ સાથે રહેશે.



