મૂળ મધ્યપ્રદેશના વતની રાજુ રામમિલન વિશ્વકર્મા કોરલ ટાઈલ્સમાં ફરજ બજાવતા હતા; મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી તાલુકાના ઘૂંટૂ ગામની સીમમાં આવેલી એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય આધેડનું બેભાન થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની રાજુ રામમિલન વિશ્વકર્મા (ઉં.વ. 50) ઘૂંટૂ ગામની સીમમાં આવેલ કોરલ ટાઈલ્સ યુનિટ-1 ની લેબર કોલોનીમાં રહેતા હતા. ગત તા. 24મીના રોજ રાત્રે તેઓ કામ પર હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગેની નોંધ કરીને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.



