મારાથી દુ:ખ થયુ હોય તો માફ કરજો, લખેલી સ્યુસાઇડ નોટ કબ્જે
ચોટીલા રહેતો પરિવાર શોકમાં ગરકાવ : કારણ જાણવા પોલીસ તપાસ યથાવત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટની ગોકુલધામ સોસાયટી નજીક આવેલ ડાલીબાઈ હોસ્ટેલના રૂમમાં મોડી રાત્રે સ્યુસાઈડ નોટ લખી ધોરણ 11 સાયન્સની છાત્રાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે કોઈને મારાથી દુ:ખ પહોંચ્યું હોય તો માફ કરજો, બહેનપણીને સોરી કહીં છાત્રાએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં હોસ્ટેલના રૂમમાં બહેનપણી સુઈ ગઈ પછી એંગલમાં દુપટ્ટો બાંધી પગલું ભર્યું હતું. બહેનપણીએ ઊઠીને લટકતી લાશ જોઈ દેકારો કરતા ગૃહમાતા સહિતના દોડી ગયા હતા આપઘાત કરી લેનાર છાત્રા ચોટીલા તાલુકાના તાજપરની વતની હતી ગઈકાલે બપોરે ફોનમાં પિતા સાથે વાત કરી હતી પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ચોટીલા તાલુકાના તાજપર ગામની રિંકલ મનસુખભાઇ ગાબુ ઉ.16એ ગઈકાલે રાત્રે ડાલીબાઈ હોસ્ટેલ ખાતે પોતાના રૂમમાં અભેરાઈના એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની સાથે રૂમમાં રહેતી અન્ય છાત્રા રાત્રે લઘુ શંકા કરવા ઉઠી ત્યારે આ દ્રશ્ય જોઈ દેકારો કરતા અન્ય વિદ્યાર્થિનીઓ અને ગૃહમાતા દોડી ગયા હતા અને 108ને જાણ કરતા 108ના સ્ટાફે જોઈ તપાસી રિંકલને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે રૂમની તલાસી લેતા રિંકલના ફૂલ સ્કેપ ચોપડામાં સ્યુસાઈડ નોટ જોવા મળી હતી. જેમાં તેણે કોઈને મારાથી દુ:ખ પહોંચ્યું હોય તો માફ કરજો એમ લખ્યું હતું અને ભગવાન મારાં આત્માને શાંતિ આપે એમ લખ્યું હતું. છેલ્લે પોતાની રૂમ મેટ બહેનપણીને સોરી કહેતા અંગ્રેજીમાં લખાણ લખ્યું હતું. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી હતી પોલીસની વધુ તપાસમાં રિંકલએ ધો. 10 સુધી સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો આ વર્ષે ધો.11 સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રાજકોટ આવી હોસ્ટેલમાં રહેતી હતી. લાલ બહાદુર વિદ્યાલયમાં ભણતી હતી. તેણી 2 ભાઈ 2 બહેનમાં બીજા નંબરની હતી. તેના પિતા ખેતી કામ કરે છે. ગઈકાલે બપોરે પિતા મનસુખભાઈ સાથે વાત કરી હતી જોકે આપઘાતના કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.



