કાલાવડ રોડ નૂતનનગર કન્યા છાત્રાલય ખાતે ગેટ ટુ ગેધર અને જમણવાર કાર્યક્રમ યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં શ્રી મોઢ વણિક મિત્ર મંડળના કરાઓ કે ગીત-સંગીત, ગેટ ટુ ગેધર સાથે સ્નેહમિલન જમણવાર સાથે ત્રિવિધ કાર્યક્રમ શ્રી મોઢ વણિક ક્ધયા છાત્રાલય, નૂતનનગર, કાલાવડ રોડ ખાતે રાખવામાં આવેલ. જેમાં મોઢ વણિક મિત્ર મંડળના સભ્ય પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અંતરની લાગણી સાથે પરસ્પર એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ સાથે સાથે કરાઓ કે ઉપર ગીત ગાઈ ગીત સંગીતની મહેફીલ જમાવેલ.
એક એક ચડિયાતા ગીતો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરેલ. ત્યાર બાદ નવજુવાનીયા યુવક-યુવતીઓએ દાંડીયા રાસની મોજ કરાવેલ. દાંડીયા રાસમાં સારૂં પરફોર્મ કરનાર તથા કરાઓ કે પર ખૂબ જ સૂરીલા ગીત રજૂ કરવા બદલ પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણીએ સર્વેને ધન્યવાદ સાથે અભિનંદન પાઠવેલ. અંતમાં સ્વરૂચિ ભોજનને ન્યાય આપી છુટા પડેલા. કાર્યક્રમને યશસ્વી બનાવવામાં પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણી, ટ્રેઝરર હિરેનભાઈ કલ્યાણી, કાર્યક્રમ સમિતિના સભ્ય મનિષભાઈ પટેલ, ગોપીભાઈ પટેલ, ધર્મેશભાઈ જીવાણી, પ્રકાશભાઈ કલ્યાણી, દિપકભાઈ કલ્યાણી, સંજયભાઈ ગાંધી, મનોજભાઈ અંબાણી, ધર્મેશભાઈ કલ્યાણી, પ્રકાશભાઈ ગાંગડીયા, સાગરભાઈ પટેલ, મોહિતભાઈ રાઠોડ, પ્રશાંતભાઈ ગાંગડીયા, વિશાલભાઈ ભાડલીયાએ સેવા આપેલ. પ્રચાર પ્રસાર સેવા અશ્ર્વિનભાઈ પટેલે પૂરી પાડેલ તેમ મંડળના પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણીની યાદીમાં જણાવાયું છે.



