પોલીસ કર્મીઓની માફી નહીં સસ્પેન્ડ જ કરો : ABVP
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓને ગરબાના સાંસ્કૃતિક પર્વ દરમિયાન પોલીસે મારમાર્યાના બનાવને સખત શબ્દોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વખોડી કાઢ્યો છે. રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાંથી સુરત પોલીસની ગુંડાગર્દી સામે વિદ્યાર્થીઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને પોલીસ કર્મીઓની માફી નહીં પરંતુ તેને સસ્પેન્ડ જ કરો તેવી માગણીઓ થઇ રહી છે. દરમિયાન રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસે ગેરકાયદે પ્રવેશ કર્યો હોય એ પ્રકારની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઇ છે. સમગ્ર મામલાને વિરામ આપવા માટે ઉમરા પીઆઇ કે. આઈ. મોદી દ્વારા વિદ્યાર્થીઓની માફી માગવામાં આવી છે.

- Advertisement -


