By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    5 hours ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    5 hours ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    5 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    2 hours ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 hours ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 hours ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    5 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    1 day ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 hours ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    1 day ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામી પરમાત્માનંદના હસ્તે જળકલશ મહાપૂજન કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સ્વામી પરમાત્માનંદના હસ્તે જળકલશ મહાપૂજન કરાયું
રાજકોટ

સ્વામી પરમાત્માનંદના હસ્તે જળકલશ મહાપૂજન કરાયું

Khaskhabar Editor
Last updated: 2025/11/20 at 4:22 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

ડૉ. કુમાર વિશ્ર્વાસની જલકથા પૂર્વે જળસંચય સાથે જનશક્તિને જોડવાનો સ્તુત્ય પ્રયાસ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેકવિધ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ: તૈયારીઓનો ધમધમાટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ માટે 1,11,111 જળસંચય કાર્યોના લક્ષ્ય સાથે યોજાનાર ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશભરની 111 પવિત્ર નદીઓના એકઠા કરાયેલા જળનું આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી અને અન્ય સંતોના હસ્તે ‘જળકલશ મહાપૂજન’ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 1,11,111 જળસંચય કાર્યો કરવાના મહાસંકલ્પ સાથે જળસંચયના કાર્યમાં જનશક્તિને જોડવા અને જનજાગૃતિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ખ્યાતનામ કવિ, તત્ત્વચિંતક અને યુગ વક્તા ડો. કુમાર વિશ્ર્વાસની જલકથા યોજાઈ રહી છે. ડો. કુમાર વિશ્ર્વાસ તેમની આગવી શૈલીમાં ‘જલકથા: અપને અપને શ્યામ કી’ દ્વારા પાણીના મહત્ત્વ અને જળસંચયની તાતી જરૂરિયાતને લોકમાનસ સુધી પહોંચાડશે. આ જળકથા એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માધ્યમ બનીને લોકોને જળ સંરક્ષણના મહાઅભિયાન સાથે જોડવાનો પ્રયાસ છે.

- Advertisement -

આ જળકથા પૂર્વે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર ભારતની 111 પવિત્ર નદીઓના જળ એકત્ર કરીને એક ‘જળકલશ મહાપૂજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં સંતો અને અગ્રણીઓના હસ્તે પવિત્ર નદીઓના જળથી ભરાયેલા કલશનું શાસ્ત્રોક્ત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.

ગત રવિવારે સાંજે કાલાવડ રોડ સ્થિત સેફ્રોન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે બોલતાં પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે ગીરગંગા પરિવારનું કાર્ય માત્ર એક ટ્રસ્ટનું કાર્ય નથી, પણ તે એક મહાન જળયજ્ઞ છે. આ સંસ્થાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંચય અને સંવર્ધન કરીને સુકા પડેલા જળસ્ત્રોતોને પુનર્જિવત કર્યાં છે જે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે મોટા આશીર્વાદરૂપ છે. ગીરગંગાના પ્રયાસો થકી પાણીનું ટીપેટીપું સચવાય છે, જે આવનારી પેઢીઓ માટે જળ સુરક્ષાની ખાતરી આપે છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે પાણી એ જીવનનો આધાર છે અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં તેના સંચયનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય જનશક્તિને જોડીને આ અભિયાનને એક જનઆંદોલન બનાવવાનો છે, જેથી આવનારી પેઢીને જળ સુરક્ષાનું કવચ મળી રહે.

આ પ્રસંગે જળસંચયની આવશ્યકતા પર ભાર મૂકતાં પ્રકાશભાઈ ભાલાળા, ભાવેશભાઈ સખીયા અને ગીતાંજલિ કોલેજના સંચાલક શૈલેષભાઈ જાનીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે જળસંચય એ માત્ર સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓનું કામ નથી પરંતુ તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે. દરેક વ્યક્તિએ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને જળસ્ત્રોતોને પુનર્જિવત કરવાના કાર્યમાં સહભાગી થવું જોઈએ, તો જ જળસંકટમાંથી કાયમી મુક્તિ મળશે.

દેશભરની 111 પવિત્ર નદીઓના જળ એકત્રિત કરવા માટે સર્વે ભાવેશભાઈ સખીયા, પ્રવીણભાઈ ટોપિયા, મયુરભાઈ સખીયા, ગોપાલભાઈ સખીયા, અલ્પેશભાઈ સખીયા, ડો. યશવંતભાઈ ગોસ્વામી, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પૂજન દ્વારા ટ્રસ્ટે રાષ્ટ્રની પવિત્ર ભાવનાને જળ સંરક્ષણના મહાઅભિયાન સાથે જોડીને જનજાગૃતિ ફેલાવવાનો પાયો નાખ્યો છે, જે આગામી સમયમાં આયોજિત ‘જલકથા’ના માધ્યમથી વધુ વેગ પકડશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, વસંતભાઈ લીંબાસીયા, હરીશભાઈ લાખાણી, જેન્તીભાઈ સરધારા, ગોવિંદભાઈ પટેલ, પરસોતમભાઈ કમાણી, ગૌતમભાઈ ધમસાણીયા, જયેશભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ દોશી, મનુભાઈ સૈજા, રમેશભાઈ શીંગાળા, પ્રવીણભાઈ ભુવા, અરવિંદભાઈ લાવડીયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ મોલિયા, આશિષભાઈ વેકરીયા, મુકેશભાઈ સાંગાણી, ડો. દેવાંગીબેન મૈયડ, પુજાબેન પટેલ વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

You Might Also Like

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

નગરપાલિકાનો ‘સ્વદેશી મેળો’ ફિયાસ્કો સાબિત થયો; સ્ટોલ પર તાળાં અને ગ્રાહકોની પાંખી હાજરી

રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ

TAGGED: Swami Paramatmanand
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
Next Article જૂનાગઢ જિલ્લાના ગ્રામ્યના માર્ગ વિકાસ માટે 37 રસ્તાઓ અને 70 સ્ટ્રક્ચરના કામો મંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

નગરપાલિકાનો ‘સ્વદેશી મેળો’ ફિયાસ્કો સાબિત થયો; સ્ટોલ પર તાળાં અને ગ્રાહકોની પાંખી હાજરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?