14 નવેમ્બરે ઉદ્ઘાટન; 15 નવેમ્બરથી દૈનિક અને સપ્તાહમાં પાંચ દિવસ સેવા ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09561 રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ઘાટન સ્પેશિયલને 14 નવેમ્બર, 2025ના રોજ સવારે 10.30 કલાકે રાજકોટ સ્ટેશનથી કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે.
- Advertisement -
ટ્રેન સેવાઓ: ટ્રેન 59561 રાજકોટથી 15 નવેમ્બર, 2025થી દરરોજ સવારે 8.35 કલાકે ઉપડશે અને 13.15 કલાકે પોરબંદર પહોંચશે, જ્યારે ટ્રેન 59562 પોરબંદરથી 14.30 કલાકે ઉપડશે અને 18.55 કલાકે રાજકોટ પહોંચશે. આ ઉપરાંત, ટ્રેન 59563 રાજકોટથી 16 નવેમ્બરથી સપ્તાહમાં પાંચ દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) બપોરે 14.50 કલાકે ઉપડશે. વળતી દિશામાં ટ્રેન 59564 પોરબંદરથી 15 નવેમ્બરથી (ગુરુવાર અને રવિવાર સિવાય) સવારે 7.50 કલાકે ઉપડશે.
આ તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, વાંસજાળિયા અને રાણાવાવ સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે અને તેમાં તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (ઞક્ષયિતયદિયમ) હશે. નવી લોકલ ટ્રેનોના સંચાલનને કારણે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસનો સમય બદલીને પોરબંદરથી 16.00 કલાકે ઉપાડવામાં આવશે.



