રાજકોટ – રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા રમત ગમત કચેરી તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને નહેરુ યુવા કેન્દ્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે ક્લીન ઇન્ડિયા કેમ્પેઈન ૨૦૨૧ ઉજવણી અંતર્ગત ભારત સરકારશ્રીના મિનિષ્ટ્રી ઓફ યુથ અફેર્સ & સ્પોર્ટસ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી સફાઈ અભિયાન દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
તા ૬/૧૦/૨૦૨૧ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ,રાજકોટ ખાતેના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,વિભાગના રાજકોટ જિલ્લાના અધિકારીશ્રીઓ વી.પી.જાડેજા જિલ્લા રમત ગમત અધિકારી, રાજકોટ શહેર પી.આર.પાંડાવદર જિલ્લા રમત ગમત અધિકારી,રાજકોટ ગ્રામ્ય તેમજ રમાબેન મદ્રા સિનિયર કોચ, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ શ્રી ધર્મરાજસિંહ જે.વાઘેલા જિલ્લા યુવા વિકાસ અધિકારી અને શ્રી સચિનપાલ જિલ્લા યુવા અધિકારી, નહેરુ યુવા કેન્દ્ર, રાજકોટ તેમજ જુદી જુદી રમતોના કોચ, ટ્રેનર અને ખેલાડીઓ દ્રારા યુનિવર્સીટી રોડ,રાજકોટ ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સની આજુ બાજુમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રીકરણ કરી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧/૧૦/૨૦૨૧ થી તા. ૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન રાજ્ય સરકારના વિવિધ વિભાગ, એન.જી.ઓ. સામાજિક સંસ્થાઓની જનભાગીદારી સાથે ક્લીન ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.



