ગોમટાથી રીબડા અને ગોંડલ ચોકડીથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી 126 કરોડના ખર્ચે ભાદરની નવી લાઇન પથરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાપાલિકાની દિવાળી પૂર્વેની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આજની બેઠક મેગા સ્ટેન્ડિંગ બની હતી. જેમાં કુલ 82 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. કુલ 418.37 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ ભાદરની નવી લાઈન નખાશે. રાજકોટને ગોંડલ નજીકના ભાદર-1 ડેમમાંથી રોજ પાણી પુરવઠો આપવામાં આવે છે. પરંતુ દાયકાઓ જુની આ પાઇપલાઇન જર્જરીત બની ગઇ હોય, નવી પાઇપલાઇન પાથરવા હાઇવે ઓથોરીટી સાથે લાંબા સમયથી ચાલતા સંકલનના અંતે પાઇપલાઇન પાથરવાનું કામ દરખાસ્તમાં આવી ગયું છે. જુદા જુદા ચાર તબક્કામાં ફોનિકસ પ્રોજેકટ, કલાસીક નેટવર્કને કામ આપવા પ્રસ્તાવ આવ્યો છે.
ગોમટાથી રીબડા અને ગોંડલ ચોકડીથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી 43.11 કિ.મી.માં નવી પાઇપલાઇન પથરાશે અને આ માટે 126 કરોડનો ખર્ચ થશે. જ્યારે નવા રીંગ રોડ પર વિશાળ સ્માર્ટ સીટી સહિતનો રીંગ રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી ટીપી નં. 32 રૈયાના ફાઇનલ પ્લોટ નં.61 પૈકીના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા 49.80 કરોડનું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યું છે. કામ કરતા બહેનોને રાજકોટમાં વિશાળ ઇન્ડોર અને આઉટડોર સલામત વ્યવસ્થા સાથેની આ ખાસ સુવિધા સરકારના માર્ગદર્શન હેઠળ આપવાની છે. કોમ્યુનિટી હોલ વોર્ડ નં.11માં મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્સ બિલ્ડીંગ પાસે 26.97 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનશે. વોર્ડ નં.3માં જામનગર રોડ પર સફાઇ કામદારો માટે કોમ્યુનિટી હોલ, રેલનગરમાં શાક માર્કેટ અને ફૂડ ઝોન, રેલનગર, માધાપર, મનહરપુર વિસ્તારમાં મેટલીંગ કામ કરવામાં આવશે. નાકરાવાડી મહાપાલિકા હસ્તકના નાકરાવાડી ગામની જમીનમાં વર્ષોથી રહેલા જુના કચરા (લીગસી વેસ્ટ) 7.5 લાખ મેટ્રીક ટનને પ્રોસેસ કરીને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો થાય છે. આ પ્રદુષણના પ્રશ્ર્ન સામે ગામ લોકો ગ્રીન ટ્રીબ્યુનલ સુધી લડી રહ્યા છે અને તાજેતરમાં ફરી મહાપાલિકાને મોટો દંડ કરાયો હતો. મેસર્સ ડી.એચ.પટેલને પ્રતિ મેટ્રીક ટન રૂા.487.77 લેખે કામ આપવા કમિટીએ મંજૂરી આપી છે જ્યારે વાહનો ભાડે રાખવા કોર્પોરેશનની અલગ અલગ શાખાના ઉપયોગ માટે બસ ટેમ્પો ટ્રાવેલ્સ ભાડેથી લેવા માટે નવો દ્વિવાર્ષિક રેટ કોન્ટ્રાકટ કરવાની દરખાસ્ત આવી છે. મનપા અવારનવાર વાહનો ભાડે લેતી હોય, એસી અને નોન એસી વાહનના ભાવ મંગાવ્યા છે. આશુતોષ ટ્રાવેલ્સને ભાવના આધારે આ કામ આપવા પણ કાલની મિટીંગમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
50 કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે: રણછોડનગરમાં કોર્પો.ની સ્કૂલનું મકાન
શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજને લીઝ ઉપર આપવા બાબતની દરખાસ્ત પેન્ડિંગ
કુમાર વિશ્ર્વાસની કથા માટે રેસકોર્સ મેદાન વિનામૂલ્યે અપાશે: ઝૂ ફૂડ કોર્ટ, સ્કેટીંગ રીંક અને પાર્કિંગ ભાડે આપીને મનપા 22.19 લાખની આવક ઉભી કરશે



