રાજકોટ – ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર રાજકોટ જીલ્લામાં આગામી તા.૦૬-૧૦-૨૦૨૧ થી તા.૧૦-૧૦-૨૦૨૧ દરમ્યાન હવામાન ગરમ, સૂકું અને મધ્યમ વાદળછાયું રહેશે.
આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૪-૩૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૫-૮૫ અને ૪૩-૫૨ ટકા રહેશે.
- Advertisement -
પવનની દિશા વાયવ્ય, ઉતર, ઈશાન અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૦ થી ૧૩ કીમી/કલાક રહેવાની શક્યતા છે.



