કેશોદના મેસવાણ ગામના મહિલા પ્રેરણાદાયી બન્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
કેશોદ તાલુકાના મેસવાણ ગામના કલ્પનાબેન ગોરીયાએ એક સમયે માત્ર ઘરકામ પૂરતું સીમિત જીવન જીવતા હતા, પરંતુ આજે તેઓ સરકારની મદદથી અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
- Advertisement -
સૌપ્રથમ ગછકખ ગ્રુપમાં જોડાયા બાદ, 2017માં કલ્પનાબેને જૂનાગઢની છજઊઝઈંતમાંથી છ દિવસની બેંક સખીની તાલીમ લીધી. પરીક્ષા પાસ કરીને તેઓ જઇઈં મેસવાણમાં કમિશન આધારિત બેંક સખી તરીકે કામ કરી રહ્યા છે. તેઓ કેશોદના આઠ જેટલા ગામોના લોકોને બેન્ક એકાઉન્ટ ખોલવા, લોન, ઇન્સ્યોરન્સ, ઊંઢઈ, અને આધાર સીડિંગ જેવી અનેક બેંકિંગ સેવાઓમાં મદદરૂપ થાય છે. તેમના પ્રયાસોથી ગ્રાઉય મહિલાઓ હવે વગર સંકોચે બેંકમાં જાય છે. આ ઉપરાંત, તેમણે કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ સખીની તાલીમ પણ મેળવી છે અને હાલમાં સૂર્ય ઘર યોજનામાં પણ કામ કરી રહ્યા છે. વિકાસ સપ્તાહના સમારોહમાં તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ તેમના માટે આશીર્વાદરૂપ છે, જેના કારણે તેમનો દીકરો ગખજ શિષ્યવૃત્તિ પાસ કરીને ખાનગી શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યો છે. કલ્પનાબેન અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે.



