જો કે કેટલાક રાસ-ગરબામાં ખેલૈયાઓએ ચાલુ વરસાદે પણ સિક્સ સ્ટેપ, થ્રી સ્ટેપ અને ટીમલીની રમઝટ બોલાવી
ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાતા સુરભી રાસોત્સવમાં વરસાદને લીધે બંધ હોલમાં ખેલૈયાઓને ઢોલના તાલે ગરબા રમાડવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં નવલી નવરાત્રીમાં વરસાદ વિલન બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નવરાત્રીના સાતમા નોરતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જેના કારણે ખેલૈયાઓ નિરાશ થયા હતા જો કે, કેટલાક રાસ ગરબામાં ચાલુ વરસાદે પણ ખેલૈયાઓએ સિક્સ સ્ટેપ, થ્રી સ્ટેપ અને ટીમલીની રમઝટ બોલાવીશહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસેલા ધોધમાર વરસાદને કારણે મોટાભાગના ગરબા ગ્રાઉન્ડની સ્થિતિ બગડી ગઈ છે. જેના પગલે રાજકોટની મોટાભાગની પ્રાચીન અને શેરી ગરબીઓ બંધ રાખવામાં આવી હતી. જો કે, હવામાન વિભાગ તરફથી સમાચાર આવ્યા છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના બાકીનાં નોરતાંમાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે. જો કે, ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાતા સુરભી રાસોત્સવમાં વરસાદને લીધે બંધ હોલમાં ખેલૈયાઓને ઢોલના તાલે ગરબા રમાડવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં 32 અર્વાચીન, 73 પ્રાચીન અને 573 શેરી ગરબી મળી 678 ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 744 શેરી ગરબા અને 82 અર્વાચીન રાસોત્સવ મળી નવરાત્રિમાં 837 સ્થળે ગરબા આયોજનો થયા છે. જેમાંથી મોટાભાગની પ્રાચીન અને શેરી ગરબીઓ રવિવારે બંધ રાખવામાં આવી હતી.
રવિવારે રાજકોટમાં 73 પ્રાચીન અને 573 શેરી ગરબી મળી 646 ગરબાઓમાં મોટાભાગના બંધ રહ્યા હતાં



