બ્લેક ટ્રેપ, સાદી રેતી સહિતનું ખનિજ સહિત 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ હવે નોંધમાંથી જાગ્યું હોય તે પ્રકારે દરરોજ ખનિજ વહન કરતા વાહનોને ઝડપી દંડની કાર્યવાહી કરી રહ્યું છે આગાઉ પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા એક સાથે 11 ખનિજ ભરેલા વાહનો જપ્ત કરી કરોડોનો મુદામાલ જાત કર્યો હતો ત્યારે વધુ એક વખત ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર અને તેઓની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, વઢવાણ, માળોડ ચોકડી, લખતર રોડ, સાયલા હાઈવે સહિતના વિસ્તારો પર સઘન ચેકીંગ હાથ ધરી બ્લેક ટ્રેપ, સાદી રેતી સહિતના ખનિજનું ગેરકાયદેસર વાહન કરતા વાહનોને ઝડપી લઇ કુલ 2.5 કરોડનો મુદામાલ જપ્ત કરી તમામ ગેરકાયદેસર ખનિજ હેરફેર કરતા વાહન ચાલકો વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.



