નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ 17 રજિસ્ટર અને હથિયારોની ચકાસણી કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણાએ રવિવારે ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનની વિસ્તૃત તપાસણી હાથ ધરી. આ તપાસણી સરકારના ગૃહ વિભાગ અને મહેસૂલ તપાસણી કમિશ્નર, ગાંધીનગરના 1988ના આદેશ અનુસાર કરવામાં આવી હતી.
તપાસણી દરમિયાન બંને પોલીસ સ્ટેશનોમાં 17 મહત્વપૂર્ણ રજિસ્ટરોની ચકાસણી કરવામાં આવી. આમાં હાજરી રજિસ્ટર, હિસ્ટ્રીશીટર રજિસ્ટર, સ્ટેશન ડાયરી, મુદ્દામાલ રજિસ્ટર અને હથિયાર પરવાના રજિસ્ટરનો સમાવેશ થાય છે.
વધુમાં, પોલીસ સ્ટેશનના શસ્ત્રાગારની પણ તપાસણી કરવામાં આવી. બોર કાર્ટ્રિજ, રબર બુલેટ, ઇન્સાસ કાર્ટ્રિજ, ટીયર ગેસ સેલ, સ્ટન ગ્રેનેડ અને ચીલી ગ્રેનેડનો સ્ટોક તપાસવામાં આવ્યો. હથિયારધારી અને બિનહથિયારી પોલીસકર્મીઓની સંખ્યાની પણ ચકાસણી કરવામાં આવી હતી.
તપાસણીના અંતે નાયબ કલેકટરે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. આ તપાસણી ચોટીલા સબ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટની નિયમિત તપાસણીનો એક ભાગ છે.



