2-જી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ. ’સ્વચ્છ ભારત મિશન’ની 11-મી વર્ષગાંઠની ’સ્વચ્છતા હી સેવા-2025’ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ ખાતે ’કલ્ચરલ ફેસ્ટ’ (સંગીત સંધ્યા) યોજાઈ હતી. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય જાણીતા કવિ સંજુભાઈ વાળાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદઘાટક સંજુભાઈ વાળાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સ્લોગનને ખરા અર્થમાં સાચું કરવાની મજા જ અલગ છે. સ્વછોત્સવ શબ્દમાં ઘણા બધા ભાગ રહ્યા છે. સ્વચ્છ રહેવું, સ્વસ્થ રહેવું, મહાસત્તા બનવું એ મોટી વાત નથી પણ મહામનનું બનવું એ ખૂબ મોટી વાત છે. વ્યક્તિ કોઈ પણ કામ કરે પણ માત્ર કામ કરવા કરતાં નહીં પણ ખરા અર્થમાં લોગ ઉપયોગી કામ કરવું એ જીવનનો ધ્યેય હોય છે.



