જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઇ સાથે કાયદો-વ્યવસ્થા અંગે કરી સમીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી દિવસોમાં નવરાત્રી પર્વ આવી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં જિલ્લાની ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઈ હતી જેમાં જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર હાજર રહ્યા હતા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ નોંધાયેલા ગુનાઓમાં ડિટેક્શન રેસિયો તથા કાયદો-વ્યવસ્થા સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. સુરત ડીસીપી ઝોન 4 પરથી રાજકોટ જિલ્લા પોલીસવડા તરીકે બદલી પામેલા વિજયસિંહ ગુર્જરએ એસપી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં ટ્રાફિક નિયમન, વાહન ચેકીંગ, બ્લેક ફિલ્મ, વાહનોના પૂરતા ડોક્યુમેન્ટ, હેલ્મેટ સહિતની પ્રવૃતિઓ તેજ કરી દીધી છે ગત 18 ઓગષ્ટે બદલીનો હુકમ થયા બાદ રાજકોટ જિલ્લાનો 21 ઓગષ્ટે ચાર્જ સંભાળી લીધો હતો આજે એસપીની અધ્યક્ષતામાં જિલ્લાની ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઈ હતી જેમાં રાજકોટ જિલ્લા હેઠળના તમામ પોલીસ સ્ટેશન આટકોટ, ભાડલા, ભાયાવદર, સાયબર સેલ, ધોરાજી, ધોરાજી તાલુકા, ગોંડલ સીટી, બી ડિવિઝન, તાલુકા, જામકંડોરણા, સુલતાનપુર, જસદણ, જેતપુર સીટી, જેતપુર તાલુકા, જેતપુર ઉદ્યોગનગર, કોટડાસાંગાણી, લોધીકા, મહિલા, મેટોડા જીઆઇડીસી, પડધરી, પાટણવાવ, શાપર વેરાવળ, ઉપલેટા, વિછિયા અને વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સાથે વિવિધ મુદ્દાઓ અંગે સમીક્ષા કરી હતી નોંધાયેલા ગુનાઓ, અનડિટેકટ ગુનાઓ, દારૂ-જુગાર અંગે કરેલી કામગીરી, કાયદો-વ્યવસ્થા જાળવવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.



