સવા વર્ષમાં 15 આરોપી ઝડપાયા, સાત આરોપીના જામીન મંજુર : 6 આરોપી જેલમુક્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટના મોકાજી સર્કલ પાસે આવેલ TRP ગેમ ઝોનમાં ગત તારીખ 25-05-2024ના ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં 27 નિર્દોષ લોકોને જીવ ગુમાવ્યા હતા આ અગ્નિકાંડ કેસમાં આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલા જમીન માલિક અશોકસિંહ જાડેજાના સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે આ સાથે સાતમાં આરોપી જામીન મુક્ત થયા છે અગાઉ સાગઠીયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે મંજુર કરી હતી પરંતુ અન્ય બે કેસ હોવાથી તે હજુ જેલમાં જ છે પરંતુ અશોકસિંહના જામીન મંજુર થતા તે જેલ બહાર આવશે.
- Advertisement -
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં જેલવાસ ભોગવી રહેલા જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાની અગાઉ રાજકોટની કોર્ટ અને હાઇકોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી બાદ કોર્ટે જામીન મંજુર કરવામાં આવ્યા છે રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતભરમાં ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના નિયમોને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકી અગાઉ સાગઠીયા સહીત 6 આરોપીઓને જામીન મળ્યા છે જે 6 પૈકી સાગઠીયા સિવાય 5 આરોપી હાલ જેલ મુક્ત છે હવે અશોકસિંહ જાડેજા પણ જામીન મુક્ત થતા તે પણ જેલ બહાર આવશે.
અત્યાર સુધીમાં પકડાયેલા 15 આરોપીઓ : (જામીનમુક્ત)
ટીઆરપી ગેમઝોનના સંચાલક ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર),
જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (જામીનમુક્ત)
કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા
યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
રાહુલ લલીતભાઇ રાઠોડ
ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન
મહાનગરપાલિકાના તત્કાલીન ઝઙઘ મનસુખ ધનજીભાઇ સાગઠિયા (જામીન મંજુર પણ હાલ જેલમાં )
આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી (જામીનમુક્ત)
મુકેશ મકવાણા (જામીનમુક્ત)
કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા
ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી (જામીનમુક્ત)
રાજેશભાઇ નરશીભાઇ મકવાણા (જામીનમુક્ત)
ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર (જામીનમુક્ત)
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા
ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટર મહેશ અમૃત રાઠોડ
- Advertisement -



