કંપની દ્વારા ખતરનાક કેમિકલ બોરવેલ થકી જમીનમાં ઉતારવામાં આવતું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રદૂષણ ફેલાવતા ઉધોગો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રીતસરના ઘૂંટણિયે હોય તેમ એકપણ પ્રદૂષણ ફેલાવતા ઉધોગ સામે આજદિન સુધી કડક કાર્યવાહી હાથ ધરી નથી ત્યારે જી વિભાગનું કામ ચોટીલા પ્રાંત અધિકારીએ પોતાના હાથે લઈ કાર્યવાહી કરી હતી જેમાં ચોટીલા તાલુકાના સુરૈઇ ગામે વર્ણી એન્વર્યો કેર લિમિટેડ નામક કંપની દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી કેમિકલને બોરવેલ દ્વારા જમીનમાં ઉતારવાની પ્રક્રિયા ચાલતી હતી જેને લીધે આજુબાજુ વિસ્તારના ખેડૂતો, વન્ય જીવો, જીવજંતુઓ અને જળને પ્રદૂષણ તથા નુકશાન કર્ક સાબિત થતું હતી આ અંગે ચોટીલા પ્રાંત અધિકારીને રજૂઆત થતા પ્રાંત અધિકારી દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને પ્રદૂષણ ફેલાવતી કંપનીને સીલ કરવાનો હુકમ આપ્યો હતો જે બાદ પ્રાંત અધિકારી અને તેઓની ટીમ દ્વારા બીજા જ દિવસે એટલે કે બુધવારે આ પ્રદૂષણ ફેલાવતી કંપનીને સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



