શિક્ષક દિન વિશેષ – ગીર સોમનાથ જિલ્લો
વેરાવળ તાલુકાની કોઈપણ શાળામાં અવસાન પામનાર બાળકના વાલીને બીજા જ દિવસે 70 હજારની મદદ કરવામાં આવે છે
- Advertisement -
છેલ્લા 5 વર્ષમાં રૂ.21 લાખની મદદ કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.5
શિક્ષણ એ પવિત્ર વ્યવસાય છે. આ પવિત્રતા વહેંચતા શિક્ષકો પાસે આ પવિત્રતાનું ઝરણું આપોઆપ જ વહેતું થાય તો તેમાં કોઈ નવાઈ નથી. આમપણ, ચાણક્યએ કહ્યું છે કે, ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસ કી ગોદ મેં પલતે હૈ’. શિક્ષકો ભણતરની સાથે વિદ્યાર્થીઓને જીવનના મૂલ્યોનું શિક્ષણ આપે છે. તો સમાજ માટે આદર્શ કહી શકાય તેવા પથદર્શક કાર્યો પણ કરે છે.
આજે આપણે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના શિક્ષકોની, કે જેમણે પોતાના કાર્યોથી સમાજમાં એક આગવી મિસાલ ઉભી કરી છે. વેરાવળના આ શિક્ષકોએ પોતાની સેવાભાવનાના દર્શન કરાવીને માનવતાને મહેકાવી છે. વેરાવળ તાલુકામાં આવેલી શાળાઓના કુલ 700 શિક્ષકો વિદ્યાર્થીઓની પોતાના બાળક જેવી જ કાળજી અને દરકાર રાખે છે. આ શિક્ષકોએ છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતે અને કુદરતી રીતે અવસાન પામેલ વિદ્યાર્થીના વાલીઓને રૂ. 21 લાખની મદદ કરી છે.
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું જોઈએ એવી ભાવના સાથે શરૂઆત કરી
- Advertisement -
થોડા વર્ષો પહેલા ભીડિયા શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતાં ત્યારે એક બાળકનું અચાનક કુદરતી રીતે અવસાન થયું. અકસ્માતે થયેલા અવસાન માટે રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજનાથી સહાય મળે છે પરંતુ કુદરતી અવસાન પામેલા વિદ્યાર્થીને તેનો લાભ મળતો નથી. જેથી ભીડિયાના વિદ્યાર્થીને પણ તેનો લાભ મળ્યો નહોતો. વિદ્યાર્થીના વાલી આર્થિક રીતે નબળા હોવાથી વિદ્યાર્થીની અંત્યેષ્ટી અને તેના ક્રિયાકર્મ માટે પણ નાણાંભીડ અનુભવતા હતાં. તે જોઈને મને આવા વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું જોઈએ તેવો વિચાર આવ્યો હતો. તેના થોડા સમય બાદ પોતાની વેરાવળ ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણૂક થતાં તાલુકાના શિક્ષક સંઘ સાથે ચર્ચા વિચારણા કરી આવા જરૂૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું જોઈએ એવી ભાવના સાથે આ શરૂૂઆત કરી હતી. – હરદાસભાઈ નંદાણિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આ માટે જે મહિને ખબર પડે કે એક વિદ્યાર્થીનું અવસાન થયું છે. તો તે મહિનાના શિક્ષકના પગારમાંથી રૂ. 100 કાપવાનું નક્કી કર્યું. જેથી 700 શિક્ષકોના રૂૂ.70.000નો ફાળો જમા થાય અને તેને વિદ્યાર્થીના વાલીને આપવામાં આવે. આ રીતે કુદરતી રીતે અવસાન પામેલા બાળકના વાલીને રૂૂ. 70.000ની મદદનો ચેક આપવામાં આવે છે. આ રીતે અત્યાર સુધીમાં રૂૂ. 21 લાખનો ફાળો ઉભો કરીને વિદ્યાર્થીના પરિવાર સુધી પહોંચતો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, આ ફાળો વિદ્યાર્થીના વાલીને હાથોહાથ ચેક સ્વરૂૂપે પહોંચતો કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીના વાલીને કોઈ નાણાંભીડ અનુભવવી ન પડે અને મૃત્યુ પછીના ક્રિયાકર્મ માટે કોઈની પાસે હાથ લંબાવવો ન પડે.
આવી રીતે વેરાવળ તાલુકાનો શિક્ષક સમુદાય સંવેદનાસભર કાર્ય કરીને એક શિક્ષક તરીકેના કાર્યને તો દીપાવ્યું જ છે પરંતુ સમાજ માટે પણ એક ઉદાહરણ ઉભું કર્યું છે. આ કાર્ય શિક્ષકોની નિષ્ઠા અને સમર્પણનું પ્રતીક છે.



