8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત : ટુવ્હિલર ચાલક અને પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેરવી પડશે
સઘન ઝુંબેશ: માત્ર ટ્રાફિક પોલીસ જ નહીં, પરંતુ શહેરભરની પોલીસ મેદાને ઉતરશે
- Advertisement -
શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત ન હોવી જોઇએ, હાઇવે પર જરૂરી
પ્રથમ વાર 500નો દંડ વસૂલાશે અને બીજી વખત પકડાશો તો રૂ.1000 દંડ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યામાં જીવલેણ અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે ટૂ વ્હિલરમાં હેલ્મેટ ફરજિયાત કરવા રાજ્યના પોલીસવડાએ નિર્ણય કર્યો છે અને રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી ટૂ વ્હિલરચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે. નિયમનો ભંગ કરનાર સામે સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. 8 સપ્ટેમ્બરથી નિયમનું પાલન કરાવવા માટે માત્ર ટ્રાફિક પોલીસ જ નહીં, પરંતુ શહેરભરની પોલીસ મેદાને ઉતરશે અને 8 સપ્ટેમ્બરથી સઘન ઝુંબેશ શરૂ કરાશે. જો કોઇ ટુવ્હિલર ચાલક કે પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેરી હોય તો રૂ.500નો દંડ વસૂલાશે અને બીજી વખત એ રીતે પકડાશે તો રૂ.1000 દંડ થશે. જો કે રાજકોટમાં હેલ્મેટના કાયદાના એક અઠવાડિયા પૂર્વે જ અનેક વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાના શરૂ કરી દીધા છે. ત્યારે કયાંકને ક્યાક લોકોમાં પણ એવી ચર્ચા છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઇએ હાઇ-વે પર હેલ્મેટ ફરજિયાત છે તે બરાબર છે. તેમજ અનેક વાહનચાલકોમાં જાગૃતિ હોય તેમ તેઓ હેલ્મેટ સુરક્ષા માટે ફરજિયાત પહેરવી જોઇએ તેવો સૂર જોવા મળે છે.
કોંગ્રેસ, NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ
રાજકોટ શહેરમાં આગામી તારીખ 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો શહેર પોલીસ કમિશનર દ્વારા લાગુ પાડવામાં આવનાર છે, ત્યારે ગજઞઈં અને યુથ કોંગ્રેસ દ્વારા હેલ્મેટના કાળા કાયદાના વિરોધ સ્વરૂપે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેમજ અમારે હેલ્મેટ પહેરવું જ છે અમારે અમારી સુરક્ષા કરવી જ છે. પરંતુ ભાજપના શાસનમાં જે રસ્તાઓ ઉપર મસમોટા ખાડાઓ છે, તે પહેલા મહાનગરપાલિકા દ્વારા બૂરવામાં આવે. જે બાદ લોકોની સુખાકારી માટેની વાતો કરવી જોઈએ. હેલ્મેટ અંગે સોશિયલ મીડિયામાં એક જાગૃત નાગરીકની સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર અને નેતાને રજૂઆત, આ જે હેલ્મેટનો કાયદો શહેરની અંદર લગાવ્યો છે એનાથી અમો સામાન્ય નાગરિકોને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. અમને આ મંજૂર નથી. સુરક્ષા જરૂરી છે પણ શહેરની બહાર ફરજિયાત કરો.



