By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    49 minutes ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    17 minutes ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    26 minutes ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    39 minutes ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    44 minutes ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    56 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ
રાજકોટ

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Khaskhabar Editor
Last updated: 2026/09/10 at 2:03 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના કૌભાંડથી ખદબદી રહી છે

અધિકારીઓ, પદાધિકારીઓ અને દસ્તાવેજ કરી આપનારનાં નામ ખૂલશે?

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વિવિધ આવાસ યોજનાઓમાં ગેરરીતિ અને કૌભાંડોની ચર્ચાઓ વચ્ચે વધુ એક મોટો ખુલાસો થવાની શક્યતા સેવાઈ રહી છે. આવાસ વિભાગના તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવીને એક જાગૃત નાગરિકે મનપાના મહેકમ વિભાગમાં માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ અરજી કરી ત્રણ મહત્વના મુદ્દાઓ પર દસ્તાવેજી પુરાવા અને વિગતો માંગી છે, જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મનપાના આવાસ વિભાગમાં ફ્લેટની ફાળવણીથી લઈ ભરતી પ્રક્રિયા ચાલી રહેલી ગેરરીતિઓને ઉજાગર કરવાના હેતુથી કરવામાં આવેલી આ આરટીઆઈના કારણે સંબંધિત વિભાગોમાં ચર્ચાએ જોર પકડયું છે. તંત્ર દ્વારા જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલી આ માહિતી આપવામાં આવશે કે કેમ અને તેમાં કેવા ખુલાસા થશે તેના પર સૌની નજર ટકેલી છે. તદુપરાંત રોજબરોજ બહાર આવી રહેલી આવાસ યોજનાના સમગ્ર ગરબડ ગોટાળા મામલે મનપાના મેયર અને કમિશનરની કાર્યવાહી શું રહેશે એ પણ જોવું રહ્યું.

RTI હેઠળ માંગવામાં આવેલી મુખ્ય વિગતો

આવાસ ફ્લેટ દસ્તાવેજ પ્રક્રિયા : જનક કોટક ટાઉનશિપમાં લાભાર્થી ગીતાબેન અનિલભાઈ કંસારાને ફાળવાયેલા આવાસ ફ્લેટ નં. C-1101નો દસ્તાવેજ કોણે, ક્યારે અને કેટલા સમયગાળામાં કરી આપ્યો તેની વિગતો માંગવામાં આવી છે. આ સાથે દસ્તાવેજની નકલ તેમજ જે વકીલને તેની સોંપણી કરવામાં આવી હતી તેમની આવક-જાવકની સત્તાવાર નોંધની નકલ પણ તંત્ર પાસેથી તલબ કરાઈ છે.

- Advertisement -

આવાસ મેનેજરની ભરતી અંગે પુરાવા : આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહની ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો, તેમના શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, બીએસએફમાંથી નોકરી છોડયાના પુરાવા, ધર્મ પરિવર્તન કરી હિન્દુ ધર્મ અંગીકાર કરવા સંબંધિત સરકારી ગેઝેટની નકલ તેમજ પાન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત માહિતી સહિતના સત્તાવાર રેકર્ડની નકલો માંગવામાં આવી છે.

પેનલ એડવોકેટની કામગીરીની વિગતો : આવાસ યોજનાના પેનલ એડવોકેટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવામાં આવેલી અરજીઓ, તે અરજીઓના અનુસંધાને પાઠવવામાં આવેલી કાનૂની નોટિસો તેમજ તેના જવાબોની વિગતવાર નકલો માંગવામાં આવી છે.

મંગલપાંડે ટાઉનશિપમાં મનપા કર્મીઓની ગોઠવણની પોલ ખુલી : બ્લોક-ફલેટ નંબર સહિતની વિગત મેળવાઈ
રાજકોટના વિમલનગર વિસ્તારમાં વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપના સી-૪૦૮માં મનપમાં હેડ કલાર્કની ફરજ બજાવતા અજય મનુભાઈ પરમારે ફ્લેટ લઈ વેચી દીધો હોવાની સ્ફોટક વિગત બહાર આવ્યા બાદ એ જ ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપમાં સરકારી આવાસોની લહાણીમાં કોર્પોરેશનના કર્મચારીઓની સીધી સંડોવણી હોવાની વધુ વિગતો બહાર આવી છે. આ ટાઉનશિપના A1 બ્લોકમાં કોર્પોરેશનના એક કર્મચારીનો ફ્લેટ આવેલો છે. A2 બ્લોક (ફ્લેટ નં. ૮૦૬)માં મહેશભાઈ નામના કર્મચારીનો ફ્લેટ આવેલો છે. A2 બ્લોક (ફ્લેટ નં. ૯૦૮)માં રાજેન્દ્રભાઈ નામના કર્મચારીનો ફ્લેટ હોવાનું સામે આવ્યું છે, જોકે આ ફ્લેટનો સત્તાવાર દસ્તાવેજ થયો છે કે નહીં તે હાલ તપાસનો મોટો વિષય બન્યો છે, લાભાર્થીએ મેન્ટેનન્સ ભરી આપ્યું છે. આ ઉપરાંત C1 બ્લોકમાં વ્યાસભાઈ નામના કર્મચારીનો ફ્લેટ, C2 બ્લોકમાં પારેખભાઈ નામના કર્મચારીનો ફ્લેટ, D1 બ્લોકમાં પરમારભાઈ નામના કર્મચારીનો ફ્લેટ આવેલો છે જેઓ કોર્પોરેશન સાથે સંકળાયેલા છે. એક જ ટાઉનશિપમાં આટલી મોટી સંખ્યામાં કોર્પોરેશનના જ કર્મચારીઓ અને બાબુઓના ફ્લેટ હોવાની આ વિગતો બહાર આવતાં સમગ્ર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લાયકાતના માપદંડો, આવકની મર્યાદા તેમજ ડ્રો પ્રક્રિયાની પારદર્શિતાને નેવે મૂકીને આ કર્મચારીઓએ કેવી રીતે આવાસો મેળવ્યા અને તેમાં દસ્તાવેજ તેમજ ફાળવણીના નિયમોનું પાલન થયું છે કે કેમ તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. અલબત્ત આ ફ્લેટ પર લાભાર્થી ખુદ રહે છે કે ફ્લેટ ભાડે આપવામાં અથવા વેંચી દેવામાં આવ્યો છે તેની વિગતો પણ મેળવાઈ રહી છે.

You Might Also Like

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે
Next Article ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?