ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટના ભાવનગર રોડ ઉપર વૃધ્ધાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરી સમડી નાસી જતા બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા આપેલી સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિરુધ્ધસિહ પરમાર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફના કૃષ્ણદેવસિહ ઝાલા, હરસુખભાઈ સબાડ, રમેશભાઈ પાંભર અને મહાવીર્સીહ જાડેજાને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર ચુનારાવાડના વિશાલ કિશનભાઈ સોલંકી અને થોરાળાના ચીના હરીભાઈ જાડેજાની ધરપકડ કરી 78 હજારનો સોનાનો ચેઈન, 30 હજારનું એકટીવા અને એક મોબાઈલ સહીત 1.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો પકડાયેલી બેલડી પૈકી વિશાલ રાજકોટમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં છ ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
વૃધ્ધાના ગળામાંથી ચેઈનની ચિલઝડપ કરનાર બેલડીને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ



