ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા નગરપાલિકાના વિવિઘ સમિતિના ચેરમેનની રચના કરવામાં આવી હતી. જેમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મંજુલાબેન અતુલભાઇ વાઘેલા, શિક્ષણ સમિતિના ચેરમેન રજનીભાઇ બાબુભાઇ જાલંધરા, સેનિટેશન સમિતિના ચેરમેન કનુભાઇ સાદુલભાઇ ધાખડા, વાહન સમિતિના ચેરમેન રાહુલભાઇ સુરેશભાઇ મકવાણા, પાણી પુરવઠા સમિતિના ચેરમેન જલ્પાબેન રાજેશકુમાર ઝાંખરા, લાઇટ સમિતિના ચેરમેન દક્ષાબેન હિંમતભાઇ મકવાણા, ટેક્ષ શાખાના ચેરમેન આરીફભાઇ મહેબૂબભાઇ જોખીયા, બાગ બગીચા સમિતિના દિલીપભાઇ મોહનભાઇ ચૌહાણ અને આરોગ્ય સમિતિના ચેરમેન ગીતાબેન શામજીભાઇ વાઘ તરીકેની રચના કરવામાં
આવી હતી.
- Advertisement -
નવનિયુક્ત દરેક સમિતિના ચેરમેનને પ્રમુખ મયુરભાઇ દવે તથા ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ વાઘ, ચેરમેન હેમલભાઇ વસૌયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં



