
મલ્લિકા અરોરા તેની ફિટનેસના વીડિયો અને તસવીરો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહી છે. ઘણી વખત મલાઇકા જિમ જતા-આવતા પાપારાજીઓના કેમેરામાં પણ કેદ થઇ જાય છે. હાલ મલ્લિકાનો જિમ જતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોના કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.
- Advertisement -
ખરેખર, આ વીડિયોમાં મલાઇકાની ચાલ જોઇને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. મલાઇકાએ બ્લેક કલરના કપડા પહેર્યા છે અને ફ્લિપ-ફ્લોપ્સ પહેરેલી જોવા મળી રહી છે. જે અહીં ઉતાવળમાં પાપારાજીને પોઝ આપતા આગળ વધી રહી છે આ દરમિયાન મલાઇકાની અજીબ ચાલ જોઇને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. યૂઝર્સ મલાઇકાની મજાક ઉડાવતા તેની ચાલ પર ગંદી કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું આ આવી રીતે કેમ ચાલી રહી છે? ઘણા યૂઝર્સે લખ્યું કે મલાઇકા અને નોરા વચ્ચે કોમ્પિટિશન ચાલી રહ્યું છે.



