By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    37 minutes ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    53 minutes ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    21 minutes ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    32 minutes ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    46 minutes ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    1 hour ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    11 minutes ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાત 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ
રાજકોટ

ગુજરાત 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ

Khaskhabar Editor
Last updated: 2025/07/25 at 5:24 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ: રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે

રાજ્યમાં કચ્છ જિલ્લો 799 ચો. કિ.મી. મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ગુજરાત સૌથી વધુ લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠે સમુદ્રની લહેરોની સાથે લીલોતરી ખીલી રહી છે. દરિયાકાંઠાના રક્ષક કહેવાતા મેન્ગ્રુવ એટલે કે ચેરના વૃક્ષોનું વાવેતર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. આ વૃક્ષો ખારા પાણીમાં પણ પોતાનું અસ્તિત્વ સ્થાપીને પ્રકૃતિની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બની રહ્યાં છે. દર વર્ષે વિશ્વભરમાં 26 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રોટેકેટીંગ વેટલેન્ડ ફોર અવર ફ્યુચરની થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવશે.

“MISHTI- Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes’ યોજના હેઠળ, ગુજરાતે 19,520 હેક્ટરમાં ચેરનું વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ 6,000 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતનું મેન્ગ્રુવ કવર વર્ષ 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે, જે રાજ્યની મહત્વપૂર્ણ દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુન:સ્થાપિત કરવા માટે ગુજરાત સરકારના નક્કર પ્રયાસો દર્શાવે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં મેન્ગ્રુવના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. મેન્ગ્રુવ વૃક્ષોના સંરક્ષણમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (ઋજઈં) 2023ના અહેવાલ મુજબ, ગુજરાતના મેન્ગ્રુવ વિસ્તારમાં 241.29 ચોરસ કિલોમીટરનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ માત્ર આંકડાની વાત નથી, તે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મેન્ગ્રુવ વૃક્ષો દરિયાકાંઠાના ધોવાણને રોકવામાં, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં અને કુદરતી આફતો સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસો પરિણામ સ્વરૂપે આજે ચેરનું આવરણ 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતનું મેન્ગ્રુવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારમાં વહેંચાયેલું છે. રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના મેન્ગ્રુવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રુવ કવર ધરાવે છે. ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર ધરાવે છે. ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર 6 ચો. કિ.મી.નું મેન્ગ્રુવ કવર ધરાવે છે. વર્ષ 2014-15 થી 2022-23 દરમિયાન મેન્ગ્રુવ વૃક્ષોના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. વિવિધ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2023-24માં રાજ્યમાં 6,930 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરાયું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરવાનું આયોજન કરાયું છે.

મેન્ગ્રુવ ઇકોસિસ્ટમનું મહત્વ
મેન્ગ્રોવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષો પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એવો અંદાજ છે કે માછલીઓ અને પક્ષીઓ સહિત અંદાજે 1,500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રોવ્સ પર નિર્ભર છે.

- Advertisement -

હરિયાળો પ્રયાસ: કાલાવાડ રોડ પર આવેલા જલ ભવનમાં 23 હજાર વૃક્ષોનું વાવેતર

પાણી પુરવઠા વિભાગ હસ્તકના હેડ વર્કસ તથા કચેરીમાં નિર્માણ કરાયા વન કવચ
ભૂતપૂર્વ વન અધિકારી ચુનીલાલ વર્ષાણી તથા વર્તમાન કાર્યપાલક ઇજનેર ગોહિલના સંયુક્ત પ્રયાસથી હજારો પક્ષીઓને મળ્યું નવું ઘર
રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેથી પસાર થતાં ઘટાટોપ વનરાજીને જોઈને જંગલ જેવો અનુભવ થાય પણ આ જંગલ નથી. આ તો પાણી પુરવઠા વિભાગનું જલભવન કાર્યાલય છે. રાજકોટ જિલ્લાના પાણી પુરવઠા વિભાગ હસ્તકના અનેક હેડ વર્કસ અને મુખ્ય કચેરી ખાતે ભૂતપૂર્વ વન અધિકારી ચુનીલાલ વર્ષાણી તથા વર્તમાન કાર્યપાલક ઇજનેર ગોહિલે બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ તથા ઉછેરની કાળજી સાથે નવા વન કવચોનું નિર્માણ કર્યું છે. આવો જ નજારો પાણી પુરવઠા વિભાગના ન્યારા, રફાળા, કુવાડવા, હડાળા, સણોસરા, મોટા ખીજડીયા વગેરે હેડ વર્કસ ખાતે પણ જોવા મળે. આ તમામ વનરાજીઓના ઉછેર માટે અંગત રસ લઈને કામગીરી કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના હરિયાળા વ્યકિતત્વ ધરાવતા 2 સરકારી અધિકારીઓ પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલક ઈજનેર અંકિત ગોહેલ તથા પૂર્વ વન અધિકારી ચુનીલાલ વર્ષાણી. આ સફળતા બાદ ન્યારા હેડ વર્કસ ખાતે અધિકારીઓ અને એચ.ડી એફ સી બેન્કની મદદથી 5000થી વધુ, રફાળા અને કુવાડવા હેડ વર્કસ ખાતે અંદાજે 2000-2000 વૃક્ષો, દડલી, મોટા ખીજડીયા, સોનટેકરા અને સણોસરા જેવા અતિ પથરાળ વિસ્તારમાં પણ 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે જ હડાળા હેડવર્કસ ખાતે વિશાળ જમીન પ્રાપ્ય થતા 10000 જેટલા વૃક્ષો ગત ઓક્ટોબર માસમાં જ વાવવામાં આવ્યા છે. આ કામગીરીમાં સરકારી સાધનો સિવાયનો જરૂરી સહકાર સદભાવના ટ્રસ્ટ દ્વારા મળ્યો હતો. આ સાથે જ અન્ય હેડ વર્કસ ખાતે પણ આવનારા દિવસોમાં સઘન વૃક્ષારોપણ દ્વારા વન કવચનું નિર્માણ કરવામાં આવશે.

You Might Also Like

શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ

રાજકોટમાં વરસાદની એન્ટ્રી; ઝરમર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ લીટરસી અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજુલામાં શ્રાવણ માસ દરમિયાન નોનવેજની દુકાનો બંધ કરવા VHPની માંગ
Next Article એસ.ટી બસપોર્ટમાં GPS સિસ્ટમ 8 મહિનાથી બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
રાજકોટમાં વરસાદની એન્ટ્રી; ઝરમર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

રાજકોટમાં વરસાદની એન્ટ્રી; ઝરમર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?