રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈ તા. 15-9-21ના રોજ 150 ફૂટ રીંગ રોડ ફોરચુન હોટલ પાછળ ભગવતી મોટર્સની પાછળ આવેલ ગેલ સોસાયટીની શેરીના ખુણા પાસે રોડ પર એક અજાણ્યો ઈસમ બેભાન હાલતમાં પડેલ હોય તેમજ તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા થયેલ હોય તેવી માહિતી મળેલ, જેથી રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા (ઝોન-2) તથા મદદનીશ પોલીસ કમિશનર જે. એસ. ગેડમ દક્ષિણ વિભાગ તથા એસીપી ક્રાઈમ ડી. વી. બસીયા તથા પો.ઈ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ બનાવવાળી જગ્યાએ પહોંચી અને બનાવવાળી જગ્યાની આજુબાજુમાં રહેતાં રહીશોે મરણ જનારની ઓળખ માટે પૂછપરછ કરતાં મરણ જનાર ઈસમને કોઈ ઓળખતું ન હોય તેમજ તેના કપડાં ચેક કરતાં કોઈપણ પ્રકારનો આધાર મળી આવેલ ન હોય જેથી મરણ જનારનો ફોટો પાડી બનાવવાળી જગ્યાની આજુબાજુના એરીયામાં આવેલ તમામ સીસી ટીવી કેમેરા દ્વારા ચેક કરવામાં આવેલ જે દ્વારા જાણવા મળેલ કે મરણ જનાર સાથે અન્ય ત્રણ ઈસમો પણ ચાલીને જતાં જોવામાં આવેલ.
જે ત્રણેય ઈસમોની પણ સીસી ટીવી દ્વારા ઓળખ થતી ન હોય જેથી નજીકની તમામ સોસાયટીના આગેવાનો તથા પોલીસ મિત્રો તથા ખાનગી બાતમીદારો મારફેત ઓળખ મેળવવા પ્રયત્નો કરવામાં આવેલ. જેના અનુસંધાને તા. 16-9-21ના રોજ સવારના સમયે મૃતકના સગા-સંબંધીઓને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસોએ શોધી પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતાં મરણ જનારનો ભાઈ વિજયબહાદુર રામતીરથ ચૌહાણ દ્વારા જાણવા મળેલ કે મરણ જનાર નિર્મોહીલાલ ઉર્ફે ભભુતી પોતાના વતનમાંથી અહીં રાજકોટમાં છેલ્લાં બે-ત્રણ મહીનાથી મજુરી કામે આવેલ તેમજ મવડી ગામમાં કરસનભાઈ કારખાનામાં કામ કરતો હોવાનું અને મવડી ખાતે તેમના દૂરના મામા જંગબહાદુર સાથે રહેતો હોવાનું જાણવા મળેલ.
- Advertisement -
મરણ જનાર નિર્મોહીલાલ ઉર્ફે ભભુતીને તેમના ગામના વતની શિવપુરંદન ઉર્ફે કમલેશ પ્રહલાદભાઈ ચૌહાણની પત્ની સાથે આડા સંબંધ હોય તેમજ અવારનવાર ફોન કરતો હોય જેની જાણ શીવપુરંદને થતાં થોડા સમય પહેલાં બંને વચ્ચે તેમના વતનમાં ઝઘડો થયેલ તેવું જાણવા મળેલ. બાદમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની ડી સ્ટાફ ટીમ દ્વારા આરોપી શીવપુરંદન ઉર્ફે કમલેશ પ્રહલાદભાઈ ચૌહાણ જે અટીકા ફાટક પાસે બાલાજી વેબ્રીજ પાસે વિરાણી અઘાટ વિસ્તારમાં રહેતો હોવાની બાતમી રાહે હકીકત મળતા તુરત જ જગ્યાએ જઈ તપાસ કરતાં આરોપી તેના ઘરે તાળુ મારી બહાર નીકળી ગયેલ હોય જેથી આજુબાજુમાં રહેતા પરપ્રાંતીય મજૂરોની પૂછપરછ આરોપી ક્યાં હોવાની માહિતી મેળવી તુરત જ આરોપીને પકડી પાડેલ. આરોપી શીવપુરંદન ઉર્ફે કમલેશ મૂળ વતન ભરહાપારા તા. શીવપુરા જીલ્લો બલરામપુર ઉત્તરપ્રદેશનો વતની છે.
પોલીસ ઈન્સ. જે. વી. ધોળા તથા પો.સ.ઈ. એન. ડી. ડામોર તથા પો.સ.ઈ. એન. કે. પુરોહિત તથા પો.સ.ઈ. વી. પી. આહીર તથા એ.એસ.આઈ. આર. બી. જાડેજા તથા વિજયગીરી ગોસ્વામી તથા પો.હે.કો. મોહસીનખાન મલેક તથા પો. કો. અમીનકુમાર ભલુર તથા હરસુખભાઈ સબાડ તથા મનિષભાઈ સોઢીયા તથા ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ઓડેદરા તથા અન્ય સ્ટાફે કામગીરી કરી હતી.



