વંથલી કાર્યકર્તાની બેઠકમાં ગોપાલ ઇટાલિયાના પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વંથલી ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા આ આ સંમેલનમાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જાગૃત થવા કહ્યું હતું અને આ તાનાશાહી સરકારને ઘરભેગી કરવા હાકલ કરી હતી. તેમજ સહકારી મંડળીઓ અને સહકારી બેન્ક, સાવજ ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદે આકરા પ્રહારો કર્યા હતા આ તકે માણાવદરના લોકોએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રિવર ફ્રન્ટ છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી જેને લઇ લોકોમાં રોષની લાગણી છે જેને લઇ આ તકે તેઓએ ગોપાલભાઈ ઇટાલિયાને રજૂઆત કરતા ગોપાલ ઇટાલિયાએ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી આ રિવરફ્રન્ટ ને જો તાત્કાલિક લોકો માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકોને સાથે રાખી રિવરફ્રન્ટનું લોકાર્પણ કરી ત્યાં ગોપાલ ઇટાલિયાની નેમ પેલ્ટ લગાડી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી ચીમકી આપી છે આ તકે ટીનમસ ગામના સરપંચ અનેક હોદેદારો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપ સાથે જોડાયા હતા.



