ડમ્પરમાં ઓવરલોડ સાદી રેતી ભરી વહન કરતાં કુલ રૂ.90.43 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ચોટીલા પંથકના જુદા જુદા વિસ્તારોમાંથી બે ખનિજ ભરેલા ડમ્પર ઝડપી લીધા હતા જેમાં પ્રથમ અકાળા ગામેથી જ્યારે અન્ય એક હાઈવે પર જલારામ મંદિર નજીકથી સાદી રેતી ભરેલા ડમ્પર જીજે 13 એ ડબલ્યુ 1680 તથા જીજે 37 ટી 8186 બંનેમાં ઓવરલોડ ખનિજ ભરેલું હોય જેથી કુલ 90.43 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ડમ્ફર માલિક મહેશ જેમાભાઈ ધોળકિયા તથા ભીખાભાઈ વડોદરીયા વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.



