વિસાવદરના કાકચિયાળા ગામે લોકશાહીનું અનોખું ઉદાહરણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
વિસાવદર તાલુકાના કાકચિયાળા ગામે લોકશાહીનો એક અનોખો ઉદાહરણ સર્જાયો, જ્યાં થોડા સમય પહેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને પગમાં ફેક્ચર થયેલ હોય તેવા યુવક કે જે ચાલવામાં અસમર્થ હોવા છતાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશપ્રેમની જીવતો દાખલો આપ્યો હતો. યુવાનની દૃઢ ઈચ્છાશક્તિ અને ફરજ નિભાવવાની ભાવનાને સાકાર કરવા માટે ફરજપરના ચૂંટણી અધિકારીઓએ વિશેષ સહયોગ આપ્યો. સાથે જ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનોની મદદથી યુવાને ખુરશી દ્વારા મતદાન કૂટીર સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમણે મૌલિક અધિકારનો ઉપયોગ કરી આદર્શ નાગરિકત્વનું ઉદાહરણ પુરૂં પાડ્યું આ ઘટના ન માત્ર ગામના લોકો માટે, પણ સમગ્ર દેશવાસીઓ માટે પ્રેરણાસ્રોત બની છે.



