વિસાવદર પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં ઉમેદવારોનું ભાવિ ઊટખમાં કેદ
મતદારોમાં ભારે ઉત્સાહ સાથે બપોરના 1 વાગ્યા સુધીમાં 39.25 ટકા મતદાન
- Advertisement -
ઊંચું મતદાન કોને તારશે અને કોને ટાળશે?: તા. 23ના રોજ ગણતરી
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મતદાન કર્યું આપ ઉમેદવાર મતદાનથી વંચિત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ત્રણેય પક્ષો માટે પ્રતિષ્ઠા ભર્યો જંગ જોવા મળ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીતના દાવા સાથે આજરોજ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં મતદારોમાં સવારથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને ખુબ મોટી સંખ્યામાં મતદાન કરવા મતદારો બહાર નીકળ્યા હતા જયારે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 294 બુથ પર 1,35,613 પુરુષ, 1,25,493 મહિલા મળી કુલ 2,61,110 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે.
- Advertisement -
વિસાવદર પેટા ચૂંટણી રસાકસી સાથે અને ત્રણેય પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે આજે મતદાન પ્રક્રિયા જોવા મળી હતી જેમાં ભાજપના ઉમદેવાર કિરીટ પટેલે ભાજપ સમર્થકો સાથે મતદાન કર્યું હતું જયારે કોંગ્રેસના ઉમદેવાર નીતિન રાણપરીયાએ પણ મતદાન કર્યું હતું જયારે આપના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે મતદાનથી વંચિત રેહવું પડ્યું હતું આમ પેટા ચૂંટણીમાં ભારે ખેંચતાણ વચ્ચે આજ રોજ નાની મોટી ઘટનાઓને બાદ કરતા સવારથી શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂઆત થઇ હતી. વિસાવદર પેટા ચૂંટણીમાં સવારથી મતદારો ખુબ મોટી સંખ્યામાં મતદાન કરવા મતદાન મથક પોહચી ગયા હતા જયારે બપોરના 1 કલાક સુધીમાં 39.25 ટકા મતદાન થયું હતું જયારે રાજકીય નેતાઓના મતે સાંજના 6 વાગ્યા સુધીમાં 70 ટકા આસપાસ મતદાન થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો ત્રણેય પક્ષ પોતાની તરફેણમાં મતદાન થાય તેના માટે એડીચોંટી જોર લગાવ્યું છે. જયારે આપ દ્વારા પણ ભાજપ બોગસ મતદાન કરાવાનો આક્ષેપ પ્રવીણ રામે કર્યો હતો. આમ નાની મોટી ઘટના બાદ કરતા એકંદરે શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું.
વિસાવદર પેટા ચૂંટણી મતદાનની સાથે સાથે….