પોલીસે ડમી ગ્રાહક બની પાર્લરમાં દરોડો પાડ્યો : ત્યાં રિલેશનશીપમાં રહેતી હતી
આજીવન કેદની સજા બાદ 25 વર્ષથી વોન્ટેડ મહિલા વડોદરાથી ઝડપાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધોરાજી ભાદર કોલોનીમાં બાળકની હત્યા કરવાના ગુનામાં 25 વર્ષથી વોંટેડ મહિલા આરોપીને ધોરાજી પોલીસે વડોદરાથી ઝડપી લીધી છે. ધોરાજીમાં ભાદર કોલોની ઇરીગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ 1999માં મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી લાશ કોથળામાં ભરી બહાર ફેંકી દીધી હતી જે ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી જો કે આ મહિલા પોલીસના હાથમાં હવે આવી છે 1999ના અરસાથી આરોપી અરુણા ઉર્ફે અનિતા ફરાર હતી. તેમના પતિ રાજેશ દેવમુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા છે રાજેશ દેવમોરારી અને અરુણાબેનના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા. માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે તેણે ક્યારેય પોતાના સંતાનોનો સંપર્ક કર્યો ન હતો. વડોદરામાં અનિતા બ્યુટી પાર્લરના નામથી આરોપી બ્યુટી પાર્લર ચલાવતી હતી ધોરાજી પોલીસ ચહેરા, નિશાન પત્રકને સાથે રાખી અને પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા હતા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી કે તે આરોપી અરુણા ઉર્કે અનિતા જ છે અને તેની વિધિવત ધરપકડ કરી હતી નોંધનીય છે કે તે વડોદરામાં અન્ય શખ્સ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી અને આ સંબંધથી પણ તેમને બે દીકરી હતી. ફરિયાદી ગિરધરભાઈ કોઠીયા તથા આરોપી અરુણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દેવમુરારીએ પણ આ બાબતે ખરાઈ કરી આપી હતી.