દરોડા દરમિયાન એક મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા જ્યારે 7 શખ્સો ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીંબડીના સૌકા – પાદરી ગામ તરફ જવાના રસ્તે આવેલી તલાવડી નજીક કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફ દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી છતાં એલ.સી.બી સ્ટાફે એક મહિલા સહિત 6 શખ્સોને ઝડપી લીધા હતા આ ઝડપાયેલ ઈશામોમાં ભુપતભાઈ દેવાભાઇ બસિયા, ચતુરભાઈ બેચરભાઈ સંતોકી, ખીમાભાઇ કાનજીભાઈ રાઠોડ, રાજકભાઇ નિર્મહંડભાઇ ચુડાસમા, સલીમભાઈ દિલાવરભાઈ પઠાણ તથા એક મહિલાને રોકડ 1.10 લાખ તથા એક મોબાઇલ કિંમત પાચ હજાર રૂપિયા સહિત કુલ 1.15 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલ ઇસમોની ઓળખ કરતા વિરેન્દ્રસિંહ ઉર્ફે વિકી કિરીટસિંહ ઝાલા, મુકેશભાઈ ભગવાનસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ અમરસિંહ સોલંકી, અમિતભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી, દિનેશભાઇ જીવણભાઈ મુધવા, વિશાલભાઈ ખોડાભાઇ બોહકીયા, મયુરસિહ પ્રવિણસિંહ ઝાલા સહિતનાઓ ફરાર જાહેર કરી તમામ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
બે વર્ષ પૂર્વે પણ જિલ્લા LCB દ્વારા દરોડો કરાયો હતો
લીંબડીના સૌકા ગામે બે વર્ષ પૂર્વે પણ જિલ્લા એલ.સી.બી દ્વારા દરોડો કરાયો હતો જેમાં લીંબડીના કેટલાક સ્થાનિક પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવતા ડિસમીસ કરાયા હતા ત્યારે ફરી એક વખત એલ.સી.બી દ્વારા જુગારધામ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ પર વધુ એક વખત શંકા ઉપજી છે.
LCBના દરોડામાં જુગારધામનું સ્થળ બદલ્યું હોવાની ચર્ચા
- Advertisement -
લીંબડીના સૌકા ગામે જિલ્લા એલ.સી.બી દ્વારા જુગારધામ પર દરોડો કરી એક મહિલા સહિત કુલ 6 ઇસમોને ઝડપી લેવાયા હતા જેમાં જુગારધામ જ્યાં ચાલતું હતું તેમાં સ્થળની ફેરબદલ કરી બાર મુજબનો કેશ દર્શાવ્યો હોવાનું અને તમામ ઝડપાયેલ શખ્સો પાસેથી મોબાઇલ હોવા છતાં માત્ર એક મોબાઇલ જ દર્શાવ્યો હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.



