વર્ષોથી ધૂળ ખાતી 100થી વધુ કર્મચારીની ફાઈલોનો નિકાલ કરવાને બદલે વાહ-વાહી લૂંટવાનો પ્રયાસ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરવામાં આવે તો તેમના શાસકોની અણઆવડત અને રગડ-ધગડ વહીવટને કારણે વારંવાર વિવાદોમાં આવતી રહે છે.
તાજેતરમાં જ શિક્ષણ સમિતિ તરફથી કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે તારીખ ૨૧-૧૦-૨૬ ના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં હવે શાસકોને ગણ્યા ગાંઠ્યા જ દિવસો વધ્યા છે ત્યારે શિક્ષણ સમિતિના નવા
શાસકોની ચૂંટણીના દિવસે જ આવી વાહવાહી લૂંટવા શહેર ભાજપમાંથી કોને પરવાનો આપ્યો એ ચર્ચાનો વિષય બન્યો છે. હકીક્તમાં શિક્ષણ સમિતિના વર્તમાન શાસકોના કાર્યકાળમાં એટલા પ્રશ્નો ઉભા થયા છે કે નવા
શોધવાની જરૂર જ ન રહે ખરેખર ઓફિસમાં વર્ષોથી પડતર રહેલી ફાઈલો ઉપરથી ધૂળ ખંખેરે તો તેમાંથી જ ૧૦૦ જેટલા કર્મચારીઓના પડતર પ્રશ્નો મળી રહે તેમ છે આવા ખોટા કોઈ જ તાયફા કરી દેખાડો કરવાનો રહે નહીં
કેમ કે અરજદારો અને નિવૃત કર્મચારીઓ આ ઓફિસના ધક્કા ખાઈને પગ ઘસી નાખ્યા છે પરંતુ અધિકારી અને પદાધિકારીઓ કોઈ હાજર મળતું નથી અને મળે ત્યારે પણ જોઈ લઉં છું તેવા છાપેલા જવાબ સાથે રવાના કરી દે
છે તો પછી આ લોક દરબાર શા માટે! ઉલ્લેખનીય છે કે વર્તમાન શાસકોને બાંધકામ સિવાય શિક્ષણ લગત એક પણ ઉમદા કાર્ય કરવામાં રસ દાખવ્યો નથી. વાસ્તવમાં ૪૦ થી ૫૦ નવી/રિનોવેશન સ્કૂલો બાંધકામ કરવામાં
આવી તેમાંથી અમુક સ્કૂલના બાળકોની સંખ્યા ઉપર નજર નાખવામાં આવે તો ત્યાં અંગત હિત માટે કરોડો રૂપિયાની બાંધકામ ગ્રાન્ટ ખર્ચી નાખવામાં આવેલી છે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યાં મુજબ તેમાંથી કેટલીક પ્રાથમિક સ્કૂલોની વિધાર્થી સંખ્યા આશરે કોઠારીયા સ્ટેશન – 35 વિદ્યાર્થી, સ્કૂલ નંબર ૪ – ૧૬૦ વિધાર્થી, સ્કૂલ નંબર ૭૪ – ૧૬૫ વિદ્યાર્થી, સ્કૂલ નંબર ૪૦ – ૧૪૦ વિધાર્થી, સ્કૂલ નંબર
૧૧ – ૧૧૦ વિધાર્થી, સ્કૂલ ૪૭ -૧૮૦ વિધાર્થી અભ્યાસ કરે છે. આ સ્કૂલોમાં કમિશનર અને મેયર કોઈ તાગ મેળવ્યા વિના જ કરોડો રૂપિયાના ખર્ચે સીધી નવી સ્કૂલ બાંધકામ કરવાની પરવાનો આપી દે છે તો આ આર્થિક લાભ
કોણ મેળવે છે તે તપાસનો વિષય છે. વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જેમ કાર્યક્રમ સમયે સ્કૂલોમાં ફોટા પડાવે છે તેમ આ વિદ્યાર્થી સંખ્યાઓ ઉપર રિયાલિટી ચેક કરે અને શિક્ષણ સમિતિ તરફથી ગ્રાન્ટ ખર્ચ માટે
સૂચવવામાં આવતા દરેક પ્રોજેક્ટના નાણાકીય ખર્ચની સમીક્ષા કરીને જ તે ખર્ચ મંજૂર કરવામાં આવે તો પ્રજાના પૈસા માંથી તેમની અંગત તિજોરીઓ છલકાતી અટકાવી શકાય. સમાજમાં શિક્ષણ સમિતિના શાસકોએ કરેલા
ભ્રષ્ટાચારો ઉપર ઢાંક પીછોડો કરવા લોક દરબારના નામે વાહ વાહી લૂંટવા કરતા ખરેખર વર્ષોથી સમિતિમાં ક્લાર્કના કામગીરી માટે રોકાઈ પડ્યા પાથર્યા રહેતા શિક્ષકોને સ્કૂલમાં પરત મોકલી બાળકોનું શિક્ષણ બગડતું અટકાવે,
૩૦ વર્ષોથી બિન શૈક્ષણિક કર્મચારીઓની કાયમી ભરતી કરી નથી તે કરવામાં આવે, નિવૃત થયા બાદ કર્મચારીઓના નિવૃતિ લાભો તુરંત ચૂકવવામાં આવે તેમના હક્કના નાણાં મેળવવા માટે મુખ્યમંત્રી કે કોર્ટ સમક્ષ આજીજી
કરવી ન પડે, કમિશન મેળવી માનીતા શિક્ષકોને સાચવવા માટે બે પાળીમાં ચલાવવામાં આવતી સ્કૂલોની એક પાળીમાં કાર્યરત કરવી વગેરે જેવા પ્રશ્નો નરી આંખે દેખાઈ તેમ જ ઓફિસમાં પડ્યા હોવા છતાં આવો દેખાડો કોને
વહાલું થવા માટે! શાસકોનું મુખ્ય કાર્ય શાળાઓમાં મોનીટરીંગ કરી સમયાંતરે શાળા મુલાકાતો કરી તેમાં વિધાર્થીઓની સંખ્યામાં કેમ વધારો કરવામાં આવે તે જોવાનું હોય છે પરંતુ તે દિશામાં આજ સુધી કોઈ ધ્યાન આપવામાં
આવ્યું જ નથી એટલે સગીરાઓ ઉપર દુષ્કર્મો અને શોષણ જેવી ઘટના પ્રકાશમાં આવતી રહે છે. માટે આવા લોક દરબારના ધતિંગ બંધ કરી આ દિશામાં વિચાર કરે તે સમગ્ર સમાજ માટે હિતાવહ રહેશે. બાકી લખી રાખજો આ
લોક દરબારમાં જે પણ પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે તેમાં જોઈ લેશું સિવાય કોઈ નિર્ણાયક કામગીરી કરવામાં આવશે જ નહીં અથવા જેમાં કરવામાં આવશે તેમાં વચેટિયાઓ મારફતે આર્થિક લાભ મેળવવામાં
આવશે.




