By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    10 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    9 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    9 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    10 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    10 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    10 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર
Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 5:49 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ધુ્રવા ઉનડકટ

અહિલ્યાબાઇએ ઔરંઝેબનાં કબ્જામાંથી કાશી વિશ્ર્વનાથ મંદિરને મુક્ત કરાવી માત્ર ત્રણ વર્ષમાં જ તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું

- Advertisement -

છેલ્લા કેટલાક વર્ષોથી આપણને એક વાત કળાઈ રહી છે કે સનાતન ધર્મની રક્ષા કરવી તે આપણા અસ્તિત્વ અને સંતુલિત જીવન માટેની તાતી જરૂરિયાત છે. રામમંદિરના પુન:નિર્માણ વખતે સૌએ સફળતાની અને ગૌરવની લાગણી અનુભવી હતી. તે કાર્ય હાથ ધરવા પાછળ સરકાર અને ન્યાયપાલિકા ઉપરાંત અનેક ધાર્મિક નેતાઓ અને સેવાકર્મીઓનો ફાળો રહ્યો. પણ આવું જ કાર્ય આજથી 300 વર્ષ પહેલાં ભારત ભૂમિમાં જન્મ લેનાર, નીડર નારી ’અહિલ્યાબાઈ હોલકર’ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 31 મે, 1725 (વિક્રમ સંવત 1782), ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યના ચોંડી ગામમાં તેમનો જન્મ થયો. સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી તેવા સમયે પિતા માનકોજી શિંદે અને માતા સુશીલા બાઈએ પુત્રી અહિલ્યાને વિદ્યારૂપ જીવવની મશાલ આપી અને અહિલ્યાબાઇનું તેજસ્વી ચારિત્ર્ય ઘડતર પ્રતીત થયું. તેમની પ્રતિભાથી પ્રસન્ન થઇ મરાઠા સામ્રાજ્યના માળવાના રાજા મલ્હારરાવ હોલકરે અહિલ્યાબાઇના લગ્ન તેના પુત્ર ખંડેરાવ હોલકર સાથે કરવાનો નિર્ણય કર્યો. લગ્નના સમય દરમિયાન અહલ્યાબાઈ માત્ર આઠ-દસ વર્ષના જ હતા. એકદમ સાધારણ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી રાજ-કાજની દુનિયામાં જનાર અહિલ્યાબાઇ અતિ કઠિન રાજકીય મુશ્કેલીઓનો પણ તુરંત ઉપાય કરી બતાવતા. રાજા મલ્હારરાવે પણ તેમના પુત્રની સાથે સાથે પુત્રી સમાન અહિલ્યાને તાલિમ આપી અને બહાદુર યોદ્ધા બનાવી. સુખી વૈવાહિક જીવનના વીસ વર્ષ બાદ અહિલ્યાબાઇના ભાગ્યમાં વિધવા જીવન લખાયેલ હતું. વર્ષ 1754માં કુંભે યુદ્ધ દરમિયાન તેમના પતિ ખંડેરાવનું મૃત્યુ થયું. તે સમયે ચાલતી સતી પ્રથા મુજબ અહિલ્યાબાઈ તો પોતાને પણ મૃત્યુની આગમાં હોમી દેવા તૈયાર હતા પરંતુ રાજા મલ્હારરાવ હોલકરે ભારતની આ શક્તિને આગની રાખમાં ભસ્મ થતાં રોક્યા. પુત્ર ખંડેરાવના મૃત્યુ બાદ તેમણે અહિલ્યાબાઇને અનેક જવાબદારીઓ સોંપી. યુદ્ધ જેવા ગંભીર સમય દરમિયાન રાજા મલ્હારરાવને લખેલ સંદેશ પત્રો પરથી અહિલ્યાબાઇની દુશ્મનો સામે વીરતાપૂર્ણ લડત આપવાની કુશળતા, સમજ અને રાષ્ટ્રીય શૌર્યની ભાવના પુરવાર થાય છે. વર્ષ 1766માં રાજા મલ્હારરાવ હોલકરનું પણ મૃત્યુ નીપજ્યું. ત્યારબાદ અહિલ્યાબાઇના પુત્ર માલેરાવને રાજગાદી સોંપવામાં આવી પરંતુ ગંભીર બીમારી હોવાથી માલેરાવ વધુ જીવી શક્યા નહીં. અહિલ્યાબાઇએ તેમના જીવનના અંગરૂપી દરેક વ્યક્તિઓને મોતના મુખમાં વિલીન થતાં જોયા. અહિલ્યાબાઇના આવા અંધકારમય જીવનમાં શિવ-ભક્તિની જ્યોતએ તેમને બમણી શક્તિ આપી અને વર્ષ 1967માં તેઓ ઔપચારિક રૂપે માળવાની મહારાણી બન્યા અને સામ્રાજ્યની જવાબદારી દર્શાવતું તિલક લલાટે ધારણ કર્યું. અહિલ્યાબાઇના નેતૃત્વ હેઠળ સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા. જન્મભૂમિ મહારાષ્ટ્ર રહી પણ કર્મભૂમિ તો સમગ્ર દેશ કહી શકાય. તેમના સામ્રાજ્યની રાજધાની મહેશ્વર અને વસવાટ નર્મદા તટ પર રહ્યો છે. અહિલ્યાબાઇના રાજકીયકાળ દરમિયાન મહેશ્વર કલા, સંગીત અને સાહિત્યનું કેન્દ્ર રહ્યું હતું.

તેમણે મહેશ્વરમાં કાપડ ઉદ્યોગનો પાયો નાખ્યો, જેની સાડી આજે પણ વખણાય છે. આ ઉપરાંત તેમણે અનેક ઘાટ, કૂવાઓ, માર્ગ સુવિધાઓ, અન્ન ક્ષેત્રોનું બાંધકામ કરાવ્યું. મહત્તમ રોજગારી ઉભી કરી, ગરીબી હટાવી અને સાક્ષરતાનું પ્રમાણ પણ વધાર્યું. ખાસ કરીને સ્ત્રીઓને આત્મનિર્ભર થવા પ્રેરણા આપી. આટલું જ નહીં, સામ્રાજ્યમાં શિસ્તબદ્ધ કામગીરી માટે કોર્ટ ઉભી કરી. અહિલ્યાબાઇ લોકસેવા માટે ખૂબ જાણીતા હતા અને લોકો તેમને પુણ્યશ્લોકા તરીકે ઓળખતા. પુણ્યશ્લોકા અર્થાત પવિત્ર ચારિત્ર્ય ધરાવનાર. લોકો તેમને દેવી સ્વરૂપે પણ માનતાં. ભારતીય ઇતિહાસ અને સનાતન ધર્મમાં અગત્યનું યોગદાન અહિલ્યાબાઇએ આપેલ છે અને એ પણ તેવા સમયે જયારે દેશની આસ્થાને આંચ આવે તેમ હતી, દેશનો ધર્મ કચડાઈ જવાની કગાર પર હતો, દુશ્મનોએ દેશની પ્રજામાં લૂંટ અને સામ્રાજ્યોમાં તોડફોડ મચાવી હતી. મુઘલોનાં આક્રમણોએ હિન્દુ ધર્મના કેટલાય પવિત્ર સ્થળો અને મંદિરોને નષ્ટ કર્યા હતા. તે મંદિરોને ફરી સ્થાપિત કરવાની જહેમત અહિલ્યાબાઇએ ઉઠાવી હતી. પછી તે સોમનાથ મંદિર હોય કે ઓમકારેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર કે બદ્રીનાથ-કેદારનાથ મંદિર, ભારતમાં ઠેર-ઠેર તેમણે ધ્વસ્ત થયેલ મંદિરોને ફરી ઉભા કર્યા છે. ઔરંઝેબનાં કબ્જામાંથી કાશી વિશ્વનાથ મંદિરને મુક્ત કરાવી માત્ર ત્રણ વર્ષમાં જ તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું. તેથી જ આજે પણ ત્યાં મુખ્ય મંદિર રાણી અહિલ્યાબાઇનું જોવા મળે છે.

ભારતમાં હજારો મંદિરોનો જીણોદ્ધાર અને સ્થાપનાનું શ્રેય અહિલ્યાબાઇ અને તેના પ્રેરણાદાયી જીવનને જાય છે. હાલ પાકિસ્તાનના પેશાવરમાં પણ અહિલ્યાબાઇ દ્વારા બનાવવામાં આવેલ મંદિર સ્થિત છે. પણ ભારતના ભાગલાં બાદ હવે આજે તે સ્થળ મંદિર નહીં પણ ખંડહરની હાલતમાં જોવા મળે છે. અહિલ્યાબાઇ હોલકર 28 વર્ષ સુધી (વર્ષ 1795 સુધી) માળવાના મહિલા શાસક રહ્યા અને માળવા સહિત સમગ્ર ભારતભૂમિને સામાજિક અને ધાર્મિક ઉદ્ધારતાથી પવિત્ર બનાવી. આજે પણ મહેશ્વર કિલ્લાનો મુખ્ય દ્વાર ’અહિલ્યા દ્વાર’ નામક છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં તેમનાં નામે યુનિવર્સીટીઓની સ્થાપના કરવામાં આવી છે અને ઇન્દોર એરપોર્ટ પણ દેવી અહિલ્યાબાઈ હોલકર નામે છે. અહિલ્યાબાઇ પર અનેક પુસ્તકો અને મૂવી-સિરીઝ ઉપલબ્ધ છે. અહિલ્યાબાઇનું જીવન, તે સમય જેટલું આજે પણ પ્રેરક રહ્યું છે. આજે એટલે કે 31 મે, અહિલ્યાબાઇ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે તેમને વંદન કરીએ અને તેમના કાર્યોને વધુમાં વધુ જાણીએ અને આગળ ધપાવીએ, તે ખરારૂપે આજના દિવસની ઉજવણી થશે…

- Advertisement -

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

TAGGED: Maharani Ahilyabai Holkar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી
Next Article અમદાવાદ પોલીસે ગુમ થયેલા 90 મોબાઈલ શોધી કાઢ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?