By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    7 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    21 hours ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    21 hours ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    22 hours ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    22 hours ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    7 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > 10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 3:14 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

ડૉ.દેવજી સાંખટ (એડવોકેટ) : ઓર્ડર ઓર્ડર

કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા: ‘પોશ’ (POSH) કાયદો, ૨૦૧૩

- Advertisement -

આધુનિક યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સમોવડી બનીને દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે. જો કે, મહિલાઓની આ આર્થિક સ્વતંત્રતા અને વ્યાવસાયિક સમાનતા ત્યારે જ સાર્થક થઈ શકે જ્યારે તેમને કાર્યસ્થળ પર ભયમુક્ત, સુરક્ષિત અને ગરિમાપૂર્ણ વાતાવરણ મળે. ભારતીય બંધારણના આર્ટિકલ ૧૪ (સમાનતાનો અધિકાર), આર્ટિકલ ૧૫ (લિંગના આધારે ભેદભાવ પર પ્રતિબંધ) અને આર્ટિકલ ૨૧ (ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર) અંતર્ગત દરેક મહિલાને સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાનો મૂળભૂત અધિકાર મળેલો છે. આ બંધારણીય અધિકારોને વાસ્તવિક સ્વરૂપ આપવા અને કાર્યસ્થળ પર થતી જાતીય પજવણી (Sexual Harassment) અટકાવવા માટે ભારત સરકારે વર્ષ ૨૦૧૩માં એક ઐતિહાસિક કાયદો પસાર કર્યો, જે “The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013” તરીકે ઓળખાય છે. ટૂંકમાં આ કાયદાને ‘પોશ’ (POSH – Prevention of Sexual Harassment) એક્ટ કહેવામાં આવે છે.

પૃષ્ઠભૂમિ અને ‘વિશાખા ગાઈડલાઈન્સ’
ભારતીય બંધારણ મહિલાઓને સમાનતા અને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો મૂળભૂત અધિકાર આપે છે. કાર્યસ્થળ પર મહિલાઓ સાથે થતી જાતીય પજવણી અટકાવવા માટે વર્ષ ૧૯૯૭માં સર્વોચ્ચ અદાલતે ‘વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય’ના ઐતિહાસિક કેસમાં કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાના આશરે ૧૬ વર્ષ બાદ, ભારત સરકારે ૯ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સત્તાવાર રીતે ‘પોશ’ (POSH) એક્ટ અમલમાં મૂક્યો.

વ્યાપક કાનૂની વ્યાખ્યાઓ
આ કાયદાની સફળતા તેની વ્યાપક અને આધુનિક વ્યાખ્યાઓમાં છુપાયેલી છે. કાયદા અનુસાર, કોઈપણ ઉંમરની મહિલા, પછી તે સંસ્થામાં કાયમી હોય, હંગામી હોય, ઇન્ટર્ન હોય કે માત્ર મુલાકાતી (Visitor) હોય, તે આ કાયદા હેઠળ રક્ષણ મેળવી શકે છે. ‘કાર્યસ્થળ’ની વ્યાખ્યામાં માત્ર ઓફિસની ચાર દીવાલો જ નહીં, પરંતુ ઓફિશિયલ પ્રવાસ, ક્લાયન્ટની જગ્યા, કંપનીની કેબ અને આજના ડિજિટલ યુગમાં વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઓનલાઈન મીટિંગ્સ (ઝૂમ/ટીમ્સ) અને સત્તાવાર ઈમેઈલનો પણ સમાવેશ થાય છે. જાતીય પજવણી (Sexual Harassment) એટલે કોઈપણ અણગમતું જાતીય વર્તન, જેમાં શારીરિક સ્પર્શ, જાતીય તરફેણની માંગણી કરવી, અશ્લીલ ટિપ્પણીઓ કરવી અથવા અશ્લીલ સાહિત્ય બતાવવું શામેલ છે. કાયદો ‘ક્વિડ પ્રો ક્રો’ (નોકરીના ફાયદાના બદલામાં જાતીય માંગણી) અને ‘હોસ્ટાઈલ વર્ક એન્વાયરમેન્ટ’ (ડરામણું વાતાવરણ ઊભું કરવું) બંનેને ગંભીર અપરાધ ગણે છે, જેનાથી મહિલા માનસિક તણાવ અનુભવે છે.

- Advertisement -

આંતરિક (IC) અને સ્થાનિક (LC) ફરિયાદ સમિતિઓ
કાયદાના સુચારુ અમલીકરણ માટે બે સ્તરીય ફરિયાદ નિવારણ તંત્રની જોગવાઈ કરવામાં આવી છે. જે સંસ્થામાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ હોય, ત્યાં નોકરીદાતાએ ફરજિયાતપણે આંતરિક ફરિયાદ સમિતિ (Internal Committee – IC)ની રચના કરવી પડે છે. આ સમિતિના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ મહિલા કર્મચારી હોવા અનિવાર્ય છે અને કમિટીમાં ઓછામાં ઓછા ૫૦% સભ્યો મહિલાઓ હોવા જોઈએ. પક્ષપાત વિના નિષ્પક્ષ તપાસ થાય તે માટે સમિતિમાં એક બાહ્ય સભ્ય (External Member) રાખવો ફરજિયાત છે, જે મહિલા અધિકારો માટે કામ કરતી એનજીઓ (NGO) અથવા કાનૂની ક્ષેત્રમાંથી હોવા જોઈએ. બીજી તરફ, નાના વ્યવસાયો અથવા અસંગઠિત ક્ષેત્રમાં (જેમ કે ઘરકામ કરતી મહિલાઓ) જ્યાં કર્મચારીઓની સંખ્યા ૧૦થી ઓછી હોય, ત્યાં જિલ્લા સ્તરે કલેક્ટર દ્વારા સ્થાનિક ફરિયાદ સમિતિ (Local Committee – LC)ની સ્થાપના કરવામાં આવે છે. આ સમિતિઓને સિવિલ કોર્ટની સત્તા મળેલી છે, જે સાક્ષીઓ અને પુરાવાઓ મંગાવી શકે છે.

ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા
જ્યારે કોઈ મહિલા જાતીય પજવણીનો ભોગ બને છે, ત્યારે તેણે ઘટના બન્યાના ૩ મહિનાની અંદર લેખિતમાં ફરિયાદ નોંધાવવાની હોય છે. તપાસ શરૂ કરતા પહેલા, જો પીડિત મહિલા સંમત થાય, તો કલમ ૧૦ હેઠળ કોઈપણ નાણાકીય વ્યવહાર વિના બંને પક્ષો વચ્ચે સુલેહ-સમાધાન કરાવી શકાય છે. જો સમાધાન ન થાય, તો આંતરિક સમિતિ ઔપચારિક કાનૂની તપાસ શરૂ કરે છે, જેને વધુમાં વધુ ૯૦ દિવસની અંદર પૂર્ણ કરવી કાયદાસર રીતે ફરજિયાત છે. તપાસ ચાલુ હોય તે દરમિયાન મહિલાની સુરક્ષા અને માનસિક શાંતિ માટે કાયદામાં વચગાળાની રાહત આપવાની જોગવાઈ છે, જે અંતર્ગત પીડિત મહિલાને ૩ મહિના સુધીની પગાર સાથેની રજા મળી શકે છે અથવા તેની કે આરોપી કર્મચારીની બદલી અન્ય વિભાગમાં કરી શકાય છે, જેથી તપાસ પર કોઈ નકારાત્મક દબાણ ન આવે.

નોકરીદાતાની કાનૂની જવાબદારીઓ
તપાસ પૂર્ણ થયાના ૧૦ દિવસમાં સમિતિ પોતાનો અહેવાલ મેનેજમેન્ટને સોંપે છે અને જો આરોપી દોષિત સાબિત થાય, તો સંસ્થાએ ૬૦ દિવસમાં પગલાં લેવાના હોય છે. સજા રૂપે આરોપીની નોકરીમાંથી બરતરફી, પ્રમોશન અટકાવવું અથવા પીડિત મહિલાને નાણાકીય વળતર ચૂકવવાનો આદેશ આપી શકાય છે. જો કોઈ કંપની કમિટી બનાવવામાં નિષ્ફળ જાય, તો તેને રૂપિયા ૫૦,૦૦૦નો દંડ અને વારંવારની ભૂલ પર તેનું વ્યાપારી લાયસન્સ રદ થઈ શકે છે. આ કાયદા હેઠળ ગોપનીયતા રાખવી અત્યંત અનિવાર્ય છે; પીડિત મહિલા કે આરોપીની ઓળખ મીડિયા કે આરટીઆઈ (RTI) દ્વારા પણ જાહેર કરી શકાતી નથી, અને ભંગ કરનાર પર દંડ થાય છે. વધુમાં, કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે એ પણ જોગવાઈ છે કે જો કોઈ મહિલા જાણીજોઈને બદઈરાદાથી ખોટી ફરિયાદ નોંધાવે, તો તેની સામે પણ શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવી શકે છે.

કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટેનો ‘પોશ’ (POSH) કાયદો, ૨૦૧૩ એ ભારતીય કાનૂની ઇતિહાસનું એક કલ્યાણકારી પ્રગતિશીલ પગલું છે. આ કાયદો માત્ર સજા આપવા માટે નથી, પરંતુ કાર્યસ્થળ પર લિંગ સમાનતા અને પરસ્પર સન્માનની સંસ્કૃતિ ઊભી કરવા માટે છે. જ્યારે દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓ કોઈપણ ભય વિના, આત્મવિશ્વાસ સાથે પોતાના પ્રોફેશનલ સપનાઓ પૂરા કરી શકશે, ત્યારે જ સાચા અર્થમાં દેશનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. દરેક નોકરીદાતા, મેનેજર અને કર્મચારીની એ નૈતિક તેમજ કાનૂની ફરજ છે કે તેઓ આ કાયદાની જોગવાઈઓનું અક્ષરશઃ પાલન કરે અને મહિલાઓ માટે એક ગરિમાપૂર્ણ કાર્યવાતાવરણ પૂરું પાડે છે.

You Might Also Like

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
Next Article બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
સોમવાર સુધી સંસદ સ્થગિત
ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?